For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વાર્તાની ઉઠાંતરીના કેસમાં જુગ જુગ જિયોનું રાંચી કોર્ટમાં સ્ક્રિનિંગ

Updated: Jun 20th, 2022


- રાંચી કોર્ટમાં ફિલ્મ રિલીઝ અટકાવવા કેસ થયો છે

- ધર્મા પ્રોડક્શનને અગાઉ મોકલાયેલી વાર્તા મૂળ લેખકને ક્રેડિટ વિના બેઠી ઉઠાવાઈ છે કે તે ચેક કરવા ફિલ્મ જોવાનો કોર્ટનો નિર્ણય

મુંબઈ: વરુણ ધવન અને કિયારા અડવાણીની ફિલ્મ જુગ જુગ જિયોનું તા. ૨૧મી જુને રાંચીની કોર્ટમાં સ્ક્રિનિંગ થશે. આ ફિલ્મમાં પોતાની વાર્તાની ઉઠાંતરી કરવામાં આવી હોવાના લેખકના દાવાના સંદર્ભમાં કોર્ટેે આ નિર્ણય કર્યો છે. 

લેખક વિશાલ સિંઘના દાવા અનુસાર પોતે બન્ની રાની નામની ફિલ્મ ધર્મા પ્રોડક્શનને અગાઉ મોકલી હતી. કેટલાક ઈમેઈલની આપલે થયા બાદ પ્રોડક્શન હાઉસે એ વાર્તા પાછી મોકલી દીધી હતી. જોકે જુગ જુગ જિયોની ટ્રેલર રિલીઝ થયા બાદ પોતાને ખ્યાલ આવ્યો તો કે પ્રોડક્શન હાઉસે વાસ્તવમાં એ વાર્તા પરથી ફિલ્મ બનાવી દીધી છે પણ પોતાને કોઈ જાણ કરાઈ નથી કે ક્રેડિટ અપાઈ નથી. 

તેમણે આ મુદ્દે રાંચી સિવિલ કોર્ટમાં કમર્શિઅલ સૂટ ફાઈલ કર્યો છે. આ દાવાની સુનાવણી દરમિયાન ધર્મા પ્રોડક્શનના વકીલ પણ જવાબ આપવા હાજર થયા હતા. કોર્ટે સુનાવણી દરમિયાન ઠેરવ્યુ ંહતું કે તા. ૨૧મી જુને ફિલ્મનું સ્ક્રિનિંગ કરવામાં આવે. 

આ સ્ક્રિનિંગના આધારે નક્કી કરાશે કે આ ફિલ્મની વાર્તા ઉઠાંતરી કરેલી હોવાનો દાવો સાચો છે કે નહીં. તેના આધારે કોર્ટ કોઈ ફેંસલો આપી શકે છે. 

ઉલ્લેખનિય છે કે આ પહેલાં ફિલ્મનું નચ પંજાબન સોંગ પણ એક પાકિસ્તાની સિંગરના સોંગની બેઠી ઉઠાંતરી હોવાનો  દાવો થઈ ચૂક્યો છે. 

Gujarat