પ્રિયા રાજવંશના રોલમાં આખરે જેક્વેલિન ફર્નાન્ડિઝ જ ફાઈનલ
- કરીના અને કેટરીના માટે પણ વિચારણા થઈ હતી
- હવે દેવ આનંદ અને ચેતન આનંદની ભૂમિકા માટે અભિનેતાઓનું નામ જાહેર થવાની પ્રતીક્ષા
મુંબઈ : બોલીવૂડની વિતેલા જમાનાની અભિનેત્રી પ્રિયા રાજવંશની ભૂમિકા માટે આખરે જેક્વેલિન ફર્નાન્ડિઝને જ ફાઈનલ કરવામાં આવી છે. આ રોલ માટે કેટરીના કૈફ અને કરીના કપૂરની પણ વિચારણા કરવામાં આવી હતી. પ્રિયા રાજવંશની લાઈફમાં ગ્લેમર, સકસેસ અને સસ્પેન્સ એમ બધાં પાસાંનો સમાવેશ થતો હતો. વિદેશમાં એક્ટિંગના અભ્યાસ બાદ પ્રિયા રાજવંશને ચેતન આનંદની વોર ફિલ્મ હકીકતથી બોલીવૂડમાં બ્રેક મળ્યો હતો. જોકે, આ ફિલ્મ બાદ તેમનો ચેતન આનંદ સાથે એવો અતરંગ સંબંધ બંધાયો કે તેમણે આજીવન ચેતન આનંદ સિવાય કોઈ મેકર્સની ફિલ્મમાં કામ કર્યું જ નહીં. ચેતન આનંદની વિદાય પછી એકલા પડી ગયેલાં પ્રિયા રાજવંશની રહસ્યમસય સંજોગોમા ંહત્યા થઈ હતી. સમગ્ર કેસમાં ચોંકાવનારો ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે ચેતન આનંદના પુત્રોની જ આ હત્યા કેસમાં ધરપકડ થઈ હતી. જેક્વેલિનનો લૂક ટેસ્ટ થઈ ચૂક્યો છે અને જેક્વેલિન પ્રિયા રાજવંશના રોલમાં ઢળવા માટે વર્કશોપ્સ પણ કરવા માંડી છે. ચેતન આનંદ અને દેવ આનંદનો રોલ કયા અભિનેતા ભજવશે તેની વિચારણા પણ ઘણા અંશે થઈ ચુકી હશે. હજુ સુધી આ અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.