પોર્ન કેસમાં આખી વાત ખબર ના હોય તો ચૂપ રહોઃ રાજ કુન્દ્રા


- જેલમાંથી મુક્તિની પહેલી એનિવર્સરીએ ગુસ્સો ઠાલવ્યો

- સત્ય ટૂંક સમયમાં બહાર આવશે તેવો દાવોે, મીડિયા ટ્રાયલ સામે પણ ઈશારો કર્યો

મુંબઈ : બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને એપ દ્વારા પોર્ન વીડિયો પ્રસારિત કરવાના કેસના આરોપી રાજ કુન્દ્રાએ જેલમાંથી પોતાની મુક્તિનાં એક વર્ષ બાદ હવે મૌન તોડયું છે અને જે લોકોને પૂરું સત્ય ખબર ના રહે તેઓ પોતાનું મોઢું બંધ રાખે એમ કહી ગુસ્સો ઠાલવ્યો છે. 

રાજ કુન્દ્રા પર મોબાઈલ એપ દ્વારા અશ્લીલ સામગ્રી પ્રસારિત કરવાનો કેસ ગયા વર્ષે નોંધાયો હતો. તે આ એપ માટે અશ્લીલ વીડિયોના શૂટિંગમાં પણ સામેલ હોવાના આક્ષેપો ત્યારે થયા હતા. મુંબઈ પોલીસે રાજ સહિત અન્યો સામે ગુનો નોંધી તેની ગત જુલાઈમાં ધરપકડ કરી હતી. બાદમાં સપ્ટેમ્બર માસમાં રાજને જામીન મળ્યા હતા.  જોેકે, જામીન મળ્યા બાદ પણ રાજ જાહેર જીવનથી ઓઝલ થઈ ગયો હતો. જોકે, બાદમાં ધીમે ધીમે તેણે જાહેરમાં દેખાવાનું શરુ કર્યું હતું. 

હવે જેલમાંથી મુક્તિનાં એક વર્ષ બાદ તેણે પોતાની તમામ શરમ તોડી છે. 

સોશિયલ મીડિયા પર જેલ મુક્તિની એનિવર્સરી નિમિત્તે પોસ્ટ કરતાં તેણે કહ્યું હતું કે જે લ ોકોને પૂરેપૂરાં સત્યની જાણ નથી તે લોકોએ ચુપ રહેવું જોઈએ. 

રાજે એમ પણ લખ્યું હતું કે આ કેસમાં સત્ય ટૂંક સમયમાં બહાર આવશે. આ સમય દરમિયાન ટ્રોલર્સનો પણ આભાર કારણ કે તેમણે મને વધારે મજબૂત બનાવ્યો છે. 

રાજે પોસ્ટ સાથેના હેશટેગમાં મીડિયા ટ્રાયલનો પણ ઉલ્લેખ કરી પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે. 

આ કેસને પગલે શિલ્પા શેટ્ટીએ પણ બહાર નીકળવાનું બંધ કરી દીધું હતું અને એક રિયાલિટી શોમાં તેની જજની ખુરશી પણ છિનવાઈ ગઈ હતી. હવે શિલ્પાએ ટીવી શો ઉપરાંત ઓટીટી સિરિઝ વગેરેમાં પણ કામ ચાલુ કરી દીધું છે. 

દરમિયાન, રાજને સંડોવતા પોર્ન કેસમાં હજુ કોઈ આખરી ચુકાદો આવ્યો નથી. 

City News

Sports

RECENT NEWS