For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

'Grammy Award 2023'માં ફરી ભારતનો દબદબો: રિકી કેજને ત્રીજી વખત મળ્યો એવોર્ડ

Updated: Feb 6th, 2023


- રિકી કેજે પ્રથમ વખત વર્ષ 2015માં તેમના આલ્બમ 'વિન્ડ્સ ઓફ સમસારા' માટે આ એવોર્ડ જીત્યો હતો

નવી દિલ્હી, તા. 06 ફેબ્રુઆરી 2023, સોમવાર

વર્ષ 2023ના બહુપ્રતિક્ષિત મ્યુઝિક એવોર્ડ કાર્યક્મ ગ્રેમી એવોર્ડ્સમાં ફરી એક વખત ભારતનો પરચમ લહેરાયો છે. બેંગલુરુ નિવાસી સંગીતકાર રિકી કેજે તેનો ત્રીજો ગ્રેમી એવોર્ડ જીત્યો છે. રિકીને તેના આલ્બમ 'ડિવાઈન ટાઈડ્સ' માટે આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે.

તેમણે પોતાનો એવોર્ડ બ્રિટિશ રોક બેન્ડ ધ પોલીસના ડ્રમર સ્ટુઅર્ટ કોપલેન્ડ સાથે શેર કર્યો છે. સંજોગોવશાત સ્ટુઅર્ટ કોપલેન્ડે આ આલ્બમમાં રિકી સાથે સહયોગ કર્યો હતો. 65મા ગ્રેમી એવોર્ડ્સમાં બંનેએ શ્રેષ્ઠ ઈમર્સિવ ઓડિયો આલ્બમ શ્રેણીમાં ગ્રામોફોન ટ્રોફી જીતી છે

જાણીતા મ્યૂઝિક કંપોઝર રિકી કેજે પ્રથમ વખત વર્ષ 2015માં તેમના આલ્બમ 'વિન્ડ્સ ઓફ સમસારા' માટે આ એવોર્ડ જીત્યો હતો. 2015માં આ સન્માન મેળવ્યા બાદ રિકીને ફરી એક વખત વર્ષ 2022 માં 'ડિવાઈન ટાઈડ્સ' આલ્બમ માટે 'બેસ્ટ ન્યૂ એજ આલ્બમ'ની કેટેગરીમાં સ્ટુઅર્ટ કોપલેન્ડ સાથે ગ્રેમી એવોર્ડ મળ્યો હતો.

રિકી કેજે આ એવોર્ડ ભારત દેશને સમર્પિત કર્યો 

આ ખુશી દરેક સાથે શેર કરતા રિકી કેજે પોતાના ટ્વીટર પર કેટલીક તસવીરો પણ શેર કરી છે. જેમાં તે પોતાના હાથમાં એવોર્ડ પકડેલો નજર આવી રહ્યો છે. આ પોસ્ટ શેર કરતાં રિકીએ કેપ્શનમાં લખ્યું કે, મેં હમણાં જ ત્રીજો ગ્રેમી એવોર્ડ જીત્યો છે. હું ખૂબ જ આભારી છું. આ એવોર્ડ હું ભારતને સમર્પિત કરું છું. ભારતીય સંગીતકાર રિકી કેજે બેસ્ટ ન્યૂ એજ આલ્બમ કેટેગરીમાં તેનો બીજો ગ્રેમી એવોર્ડ જીત્યો છે. 

Gujarat