For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઓસ્કર જીતનારા પ્રથમ અશ્વેત અભિનેતા સિડની પોઈટિયરનું 94 વર્ષની ઉંમરે અવસાન

Updated: Jan 8th, 2022

Article Content Image

- ફિલ્મોમાં કોઈ શ્વેત કલાકારને થપ્પડ મારનારા તેઓ પ્રથમ અશ્વેત અભિનેતા હતા

નવી દિલ્હી, તા. 08 જાન્યુઆરી, 2022, શનિવાર

હોલિવુડના અભિનેતા સિડની પોઈટિયરનું 94 વર્ષની ઉંમરે અવસાન થયું છે. લિલી ઓફ ધ ફીલ્ડમાં અભિનયને લઈ તેમને બેસ્ટર એક્ટરનો ઓસ્કર એવોર્ડ મળ્યો હતો. ઓસ્કર અવોર્ડ જીતનારા તેઓ પ્રથમ બ્લેક એટલે કે અશ્વેત અભિનેતા હતા. તેમણે વંશીય અવરોધોને તોડ્યા હતા અને નાગરિક અધિકાર આંદોલન દરમિયાન એક પેઢીને ઈન્સ્પાયર કરી હતી. 

સિડની પોઈટિયરે 1967માં એક જ વર્ષમાં 3 ફિલ્મો સાથે પોતાની લીગેસી સ્થાપિત કરી હતી. તે સમયે અમેરિકાના મોટા ભાગના ક્ષેત્રોમાં અરાજકતા વ્યાપેલી હતી. તેમણે ફિલ્મ 'ગેસ હૂ ઈઝ કમિંગ ટુ ડિનર'માં એક અશ્વેત શખ્સનું પાત્ર ભજવ્યું હતું જેની મંગેતર શ્વેત હતી. તેમાં તેમણે અશ્વેત પોલીસ ઓફિસર વર્જિલ ટિબ્સનો રોલ ભજવ્યો હતો જેઓ એક હત્યા કેસની તપાસ દરમિયાન વંશીય ભેદભાવનો સામનો કરે છે. 

સિડની પોઈટિયરનો જન્મ 20 ફેબ્રુઆરી, 1927ના રોજ મિયામી ખાતે થયો હતો. બહામાસ ખાતે એક ખેડૂત પરિવારમાં તેમનો જન્મ થયો હતો. તેમનું સત્તાવાર શાળાકીય શિક્ષણ માત્ર એક જ વર્ષનું હતું. મુખ્યધારાના દર્શકો વચ્ચે ઓળખ ઉભી કરનારા અને સ્વીકૃતિ પામનારા અશ્વેત અભિનેતાઓમાંથી એક બનવા માટે તેમણે ગરીબી અને અશિક્ષા સામે ખૂબ સંઘર્ષ કર્યો હતો. 

ફિલ્મોમાં કોઈ શ્વેત કલાકારને થપ્પડ મારનારા તેઓ પ્રથમ અશ્વેત અભિનેતા હતા. જોન બોલની નોવેલ પર આધારીત ફિલ્મ 'ઈન ધ હીટ ઓફ ધ નાઈટ'માં તેમણે આ દૃશ્ય ભજવ્યું હતું. ફિલ્મની વાર્તા સાંભળ્યા બાદ તેમણે કહ્યું હતું કે, તેઓ માત્ર એક જ શરત પર આ ફિલ્મ કરશે- જ્યારે ટિબ્સ એન્ડિકોટને સામે થપ્પડ મારશે અને ફિલ્મમાં એમ જ બન્યું. ફિલ્મ રીલિઝ થયા બાદ એવું માનવામાં આવતું હતું કે, દક્ષિણ અમેરિકામાં આ ફિલ્મ પર પ્રતિબંધ મુકાશે અથવા તો કોઈ થિયેટર તેને બતાવશે જ નહીં પરંતુ એવું ન બન્યું. ફિલ્મ બતાવાઈ અને તેની ખૂબ મોટી અસર પણ પડી. 


Gujarat