ફાતિમા સના શેખ અને આમિર ખાન રીલેશનશીપમાં છે!એક જ ટીમમાં પિકલબોલ રમતા દેખાયા
આમિર ખાનના પરિવારની ખુબ નજીક છે ફાતિમા
ફાતિમા આયરાની સગાઈમાં પણ પહોંચી હતી
Screengrab |
બોલીવૂડ એક્ટ્રેસ ફાતિમા સના શેખ અને આમિર ખાન વચ્ચે રીલેશનશીપની ઘણી અફવાઓ ઉડી હતી. આટલું જ નહીં કિરણ રાવ અને આમિરના છૂટાછેડા પછી ફાતિમા ટ્રોલ થઈ હતી અને તેના પર ઘર તોડવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો. હવે બંનેનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં બંને સાથે પિકલબોલ રમતા જોવા મળીઓ રહ્યા છે. આમિર ખાન અને ફાતિમા સના શેખે સૌપ્રથમ નીતિશ તિવારીની સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ દંગલમાં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં ફાતિમાએ આમિરની પુત્રીની ભૂમિકા ભજવી હતી. તે બાદ બંને 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન'માં પણ સાથે દેખાયા હતા.
આમિર ખાનના પરિવારની ખુબ નજીક છે ફાતિમા
સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં આમિર ખાન બ્લેક ટ્રેક પેન્ટ અને રેડ ટી-શર્ટ જ્યારે ફાતિમા ગ્રે શર્ટ અને બ્લેક શોર્ટ્સમાં જોવા મળી રહી છે. બંને એક જ ટીમમાં રમી રહ્યા છે. બંને વચ્ચેની કેમેસ્ટ્રી ખુબ સારી છે. ફાતિમા આમિર ખાનના પરિવારની ખૂબ નજીક હોવાનું પણ કહેવાય છે. જ્યારે ફાતિમાને એક ઈન્ટરવ્યુમાં આમિર ખાન સાથેના અફેરની અફવાઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે જવાબ આપતા કહ્યું કે હું લોકોને જવાબ આપવો બિલકુલ જરૂરી નથી માનતી. આ તેમની ચિંતાનો વિષય બિલકુલ નથી. લોકો વારંવાર તમારા પર આક્ષેપો લગાવી કંઇકને કંઈક કહેવાના જ છે.
ફાતિમા આયરાની સગાઈમાં પણ પહોંચી હતી
ફાતિમા સના શેખ આમિર ખાનની દીકરી આયરા ખાનની સગાઈના પ્રસંગે પણ જોવા મળી હતી. તે દરમિયાન આમિરનો આખો પરિવાર જોવા મળ્યો હતો. આયરા ખાને ગયા વર્ષે બોયફ્રેન્ડ નુપુર શિખરે સાથે સગાઈ કરી હતી. જ્યાં બંનેના પરિવારજનોએ હાજરી આપી હતી.