Get The App

ગોરી દેખાવા લોકોએ મને દૂધથી નહાવાની સલાહ આપી, અભિનેત્રીનો ચોંકાવનારો ખુલાસો

Updated: Sep 26th, 2024

GS TEAM

Google News
Google News
Krystle D'Souza


Krystle D'Souza Shocking Revelation : ફેમસ ટીવી અભિનેત્રી ક્રિસ્ટલ ડિસોઝાએ તાજેતરમાં એક વાતચીતમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અભિનેત્રીએ કહ્યું કે, 'લોકોએ મને ઘણી બધી સલાહ આપી છે અને તેઓ હજુ પણ આપ્યા કરે છે. તેઓ હું શ્યામવર્ણની છું તેવું કહે છે. મને એક સલાહ મળી કે, મારે દૂધથી સ્નાન કરવું જોઈએ, જેથી મારી ત્વચા ગોરી દેખાય.'

મારે શ્વેત રંગવાળી વ્યક્તિ શા માટે બનવું જોઈએ

ક્રિસ્ટલે આગળ કહ્યું, 'હું વિચારતી રહી કે મને દૂધથી એલર્જી છે તો તેનું શું? હું ગોરી બનવા ઈચ્છતી નથી. હું ઈન્ડિયન છું. હું દેશી છું. મને મારી સ્કિનનો કલર પસંદ છે. મારે શ્વેત રંગવાળી વ્યક્તિ શા માટે બનવું જોઈએ.'

આ પણ વાંચો : ...તો જૂહી ચાવલાનું ગળું જ કપાઈ ગયું હોત, ક્લાઈમેક્સ સીનમાં નાની ભૂલ ભારે પડી હોત!

10 વર્ષ સુધી બ્રાઉન લેન્સ પહેર્યા

તેણે કહ્યું કે, 'મારી આંખો લીલી છે. 2008-09 થી 2019 સુધી મેં દરરોજ ભૂરા રંગના લેન્સ પહેર્યા હતા. કારણ કે લોકો કહે છે કે, જો મારી આંખો લીલી હશે તો હું સકારાત્મક પાત્ર ભજવી શકીશ નહીં. મને ખબર નથી કે મેં શા માટે તેમના પર વિશ્વાસ કર્યો અને લગભગ 10 વર્ષ સુધી બ્રાઉન લેન્સ પહેર્યા.'

Tags :