87 વર્ષની વયે પણ ધર્મેન્દ્રએ નવી ફિલ્મ સાઈન કરી

Updated: Jan 25th, 2023


હીમેન ધર્મેન્દ્રની ચાર ફિલ્મો ફ્લોર પર છે 

 રોબોટિક્સ પર આધારિત રોમાન્ટિક કોમેડી ફિલ્મમાં એક ભૂમિકામાં દેખાશે

મુંબઇ: દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને ૮૭ વર્ષની વયે પણ બોલીવૂડમાં કામની ખોટ નથી. તેણે તાજેતરમાં વધુ એક ફિલ્મ સાઈન કરી છે. 

માહિતગાર વર્તુળોના જણાવ્યા અનુસાર ધર્મેન્દ્ર  દિનેશ વિઝનની એક ફિલ્મમાં દેખાશે. આ  રોબોટિક્સ પર આધારિત એક અનોખી રોમેન્ટિક કોમેડી હશે. જેમાં કૃતિ સેનોન રોબોટના રૂપમાં જોવા મળશે. આ ફિલ્મમાં શાહિદ કપૂર એક વૈજ્ઞાાનિકની ભૂમિકામાં છે. આ ફિલ્મમાં ડિમ્પલ કાપડિયા પણ મહત્વના રોલમાં છે. આ ફિલ્મનું શૂટિંગ ગયા વરસે મુંબઇ, દિલ્હી અને યુરોપમાં કરવામાં આવ્યું છે. હવે ધર્મેન્દ્રની પણ આ પ્રોજેક્ટમાં એન્ટ્રી થઈ છે અને તેમણે શૂટિંગ પણ શરુ કરી દીધું છે.  

ધર્મેન્દ્ર બેક ટુ બેક ફિલ્મો સાઇન કરી રહ્યા છે. 

કરણ જોહરની રોકી ઔર રાની કી પ્રેમ કહાની, દિનેશ વિઝનની આ ફિલ્મ તેમજ શ્રીરામ રાઘવનની પણ એક ફિલ્મ  તેમની પાસે છે. આ ઉપરાંત તેઓ અપને ટૂમાં પણ દેખાશે. 

    Sports

    RECENT NEWS