EDએ સાપના ઝેરના ગેરકાયદેસર વેપાર અને મની લોન્ડરિંગ કેસમાં આ સિંગર અને યુટ્યુબરની મિલકત કરી જપ્ત
Money Laundering Case : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) સાપના ઝેરના ગેરકાયદેસર વેપાર સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં યુટ્યુબર એલ્વિશ યાદવ અને સિંગર ફાઝિલપુરિયાની મિલકત જપ્ત કરી છે. આમ ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં તેમની મિલકતો પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) જોગવાઈઓ હેઠળ જપ્ત કરવામાં આવી છે.
PMLA હેઠળ કેસ નોંધાયેલો
આ મામલે ED અનેક વખત યાદવ અને ફાઝિલપુરિયાને પૂછપરછ કરવા માટે બોલાવવામાં આવ્યાં છે. જેમાં તેમના નિવેદન પહેલાથી રિકોર્ડ કર્યા છે. નોઈડા પોલીસે અગાઉ યાદવની સાપના ઝેરના ગેરકાયદે વેપારના સંબંધમાં ધરપકડ કરી હતી. બાદમાં EDએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કેસ નોંધ્યો હતો.
EDએ યાદવની આઠ કલાકની કરી પૂછપરછ
છેલ્લા કેટલાક સમયથી એલ્વિશ યાદવ રેવ પાર્ટીઓમાં સાપનું ઝેર સપ્લાય કરવાના ગંભીર આરોપોથી ઘેરાયેલો છે. આ મામલે પોલીસથી લઈને ED સુધી તમામે તેની પૂછપરછ કરી છે. તાજેતરમાં EDએ 5 સપ્ટેમ્બરે યુટ્યુબર એલ્વિશ યાદવની પણ લગભગ આઠ કલાકની પૂછપરછ કરી હતી.
સાપ બતાવીને 50 લાખની કમાણી કરી
અગાઉ ઓગસ્ટમાં પણ EDએ એલ્વિશની લાંબા સમય સુધી બે વખત પૂછપરછ કરી હતી. એ સમયે, એલ્વિશ વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવાની તૈયારી ચાલી રહી હતી. સપ્ટેમ્બરમાં થયેલી પૂછપરછ દરમિયાન એલ્વિશ અને સિંગર ફાઝિલપુરિયાની સંપત્તિ જપ્ત કરવાની તૈયારી હતી. આ પછી, ED એ એલ્વિશ અને સિંગરની કમાણી વિશે માહિતી એકત્રિત કરી હતી. મળતી માહિતી પ્રમાણે, ફાઝિલપુરિયાના ગીત સમયે સાપ બતાવવામાં આવ્યાં ત્યારે, તેને ગીતથી લગભગ 50 લાખ રૂપિયાની કમાણી કરી હતી. આ પહેલા 8 જુલાઈના રોજ પણ EDએ ફાઝિલપુરિયાની લાંબી પૂછપરછ કરી હતી.