Get The App

સપ્તાહના 90 કલાક કામ કરવાનાં સૂચનથી દીપિકા કાળઝાળ

Updated: Jan 11th, 2025

GS TEAM

Google News
Google News
સપ્તાહના 90 કલાક કામ કરવાનાં સૂચનથી દીપિકા કાળઝાળ 1 - image


- માનસિક સ્વાસ્થય પણ કોઈ ચીજ હોય છે 

- દેશભરમાં જાગેલી ચર્ચા  વચ્ચે દીપિકા પ્રત્યાઘાત આપનારી પહેલી સેલિબ્રિટી

મુંબઇ : તાજેતરમાં એલ એન્ડ ટી કંપનીના ચેરમેન એસ. એન. સુબ્રમણિઅને સપ્તાહમાં ૯૦ કલાક કામ કરવા તથા રવિવારે પણ રજા નહિ રાખવાનું સૂચન કર્યું હતું. તે મુદ્દે દેશભરમાં ચર્ચા જાગી છે. દીપિકા પદુકોણ આ મુદ્દે પ્રત્યાઘાત આપનારી પહેલી સેલિબ્રિટી બની છે. તેણે આ સૂચન અંગે ભારે નારાજગી વ્યક્ત કરી છે. 

 દીપિકાએ લખ્યું છે કે આટલી ઊંચી પોઝિશન પર બેસેલા લોકોએ કોઇ પણ વાત જાહેરમાં કરતા પહેલા વિચારવું જોઇએ. ૯૦ કલાક કામ કરવાની વાત ચોકાવી દેનારી છે. લોકોના માનસિક સ્વાસ્થ્યનો પણ ખ્યાલ રાખવો જરૂરી છે. 

આ મુદ્દે બાદમાં એલ એન્ડ ટીએ તેના ચેરમેન રાષ્ટ્ર નિર્માણ માટે અથાક મહેનત કરવાના સંદર્ભમાં આ સૂચન કરી રહ્યા હોવાની સ્પષ્ટતા કરી હતી. જોકે, દીપિકાને આ સ્પષ્ટતા પણ પસંદ પડી ન હતી અને તેણે કહ્યું હતું કે આ સ્પષ્ટતા તો વધારે ખરાબ છે. 

Tags :