Get The App

Colors પર નવી સીરિયલ 'મંગલ લક્ષ્મી' : 'ચુટકી ભર સન્માન' માટે લડતી બે બહેનોની હૃદયસ્પર્શી કહાની

Updated: Mar 3rd, 2024

GS TEAM


Google News
Google News
Colors પર નવી સીરિયલ 'મંગલ લક્ષ્મી' : 'ચુટકી ભર સન્માન' માટે લડતી બે બહેનોની હૃદયસ્પર્શી કહાની 1 - image


Mangal Lakshmi New Serial : કલર્સ હિન્દી ચેનલ તમારા માટે લાવવા જઇ રહી છે એક નવી ધારાવાહિક 'મંગલ લક્ષ્મી'. જેમાં બે બહેનો વચ્ચેના હૃદયસ્પર્શી અને મજબૂત બંધનની કહાની દર્શાવવામાં આવશે. આ પારિવારિક ડ્રામામાં તમને જાણીતી અભિનેત્રી દીપિકા સિંહની સાથે સાનિકા અમિત, નમન શૉ પણ જોવા મળશે. આગામી 27 ફેબ્રુઆરીથી દરરોજ રાત્રે 9:00 વાગ્યે તમને જોવા મળશે કલર્સ ચેનલ પર. 

'મંગલ લક્ષ્મી' વિશે વધુ જાણવા માટે અહીં ક્લિક કરો

બે બહેનોના મજબૂત સંબંધ પર આધારિત છે ધારાવાહિક 

'મંગલ લક્ષ્મી'. જેમાં મોટી બહેન એક ગૃહિણી છે જે દૃઢ નિશ્ચયી છે અને તેની નાની બહેન ખૂબ જ હિંમતવાન છે જે પ્રેમ અને લગ્નના સારને વ્યાખ્યાયિત કરે છે. બંને બહેનો એકબીજા પ્રત્યે અઢળક પ્રેમ અને સન્માન બતાવે છે. બંને બહેનોનો સંબંધ અત્યંત મજબૂત છે, પરંતુ ‘ચુટકી ભર સન્માન’ માટે બાંધછોડ કરતી રહેતી મોટી બહેન મંગલ નાની બહેન લક્ષ્મીના ભવિષ્ય માટે કોઈ કચાશ રાખવા માંગતી નથી. 

મોટી બહેન મંગલનો આ છે ઉદ્દેશ્ય

બંને બહેનો વચ્ચેના મજબૂત પ્રેમની આ કહાનીની શરૂઆત મોટી બહેન મંગલ સાથે થાય છે જે તેની નાની બહેન લક્ષ્મીના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માગે છે. આ ધારાવાહિકની સંપૂર્ણ કહાની સન્માન પર આધારિત આગળ વધે છે. લક્ષ્મી એ વાતની નોંધ લે છે કે તેની મોટી બહેન મંગલ અદિત સાથેના લગ્નસંબંધમાં અનેક હેરાનગતિ અને અપમાનનો સામનો કરે છે. પોતાના લગ્નજીવનમાં અનુભવોને આધારે મંગલ એ નિશ્ચિત કરવા માંગે છે કે લક્ષ્મીને એવો જીવનસાથી ન મળે કે તેનું સન્માન ન જળવાય.

લક્ષ્મી મોટી બહેન મંગલની હિંમત વધારે છે

પોતાની વય કરતાં પણ વધુ સમજુ મંગલની પિતરાઈ બહેન લક્ષ્મી તેના પિતાની કપડાંની દુકાન ચલાવે છે. તેના માતા-પિતા હવે આ દુનિયામાં નથી. તેના પોતાના પરિવાર તરફથી પણ તેને વધારે અટેન્શન અપાતું નથી. મંગલ તેના આત્મમુગ્ધ પતિ અદિતના ગુસ્સા અને અપમાનને સહન કરીને પણ તેની નાની બહેન લક્ષ્મીને તેના સપનાનો એવો રાજકુમાર શોધવામાં મદદ કરે છે જે તેને પૂરતું સન્માન આપે. એવી જ રીતે નાની બહેન લક્ષ્મી પણ તેની મોટી બહેન મંગલને તેના પતિ દ્વારા થતી તેની ઉપેક્ષા સામે અવાજ ઊઠાવવા અને પોતાના માટે સન્માનની લડાઈ લડવા પ્રોત્સાહિત કરવા હિંમત આપે છે. 

મંગલ દરેક મહિલા માટે રોલ મોડલ

'મંગલ લક્ષ્મી' પ્રેમ અને બલિદાનની એક હૃદયસ્પર્શી કહાની દર્શાવે છે. તેમાં બે બહેનોની સફર બતાવવામાં આવી જે એકબીજા પ્રત્યે ખૂબ જ સન્માન ધરાવે છે. મંગલ દરેક ભારતીય મહિલાઓ માટે એક રોલ મોડલ છે જે એક ગૃહિણી તરીકે પોતાની ફરજો નિભાવવાની સાથે પરિવાર અને ખાસ કરીને બહેનની પણ સંભાળ રાખે છે. એટલે તેનો પરિવાર પણ તેને રોલ મોડેલ માને છે, પરંતુ બીજી બાજુ તેના પતિ તરફથી એક મહિલા અને પત્ની તરીકે જોઈએ તેવું પૂરતું સન્માન મળતું નથી. 

જ્યારે મંગલ ખુદ તેના લગ્નજીવનમાં અનેક પડકારો અને સમસ્યાઓનો સામનો કરી રહી છે ત્યારે શું તેની પોતાની નાની બહેન માટે યોગ્ય જીવનસાથી શોધવામાં સફળ થઇ શકશે? તો આ કહાની વિશે વધુ જાણવા માટે તૈયાર થઈ જાઓ. 27 ફેબ્રુઆરીથી દરરોજ રાત્રે 9:00 વાગ્યે કલર્સ ચેનલ પર આ ધારાવાહિક જોવા મળશે. જેમાં મુખ્ય કલાકારોમાં દિપીકા સિંહ, સનિકા અમિત અને નમન શૉ જોવા મળશે.

Colors પર નવી સીરિયલ 'મંગલ લક્ષ્મી' : 'ચુટકી ભર સન્માન' માટે લડતી બે બહેનોની હૃદયસ્પર્શી કહાની 2 - image

Tags :