VIDEO : જબરદસ્ત લુકમાં જોવા મળી કંગના રનૌત, 'ચંદ્રમુખી 2'નું ટ્રેલર રિલીઝ
ટ્રેલરના એક સીનમા કંગના સફેદ અને ગુલાબી રંગની સાડી પહેરીના ડાંસ કરતી જોવા મળે છે
બીજા એક સીનમાં તે તેના ધુંધરાતા વાળ ખુલ્લા છે અને ચહેરા પર ડરનો ભાવ જોવા મળે છે.
Image Twitter |
તા. 3 સપ્ટેમ્બર 2023, રવિવાર
બોલીવુડમાં કંગના રનૌતની બોલબાલા રહેલી છે. હવે સાઉથમાં પણ તેની વાહ વાહ શરુ થવા જઈ રહી છે. તેની તામીલ ફિલ્મ ચંદ્રમુખી 2 માં આવવાની તૈયારીમાં છે. રવિવારના રોજ તેનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ચંદ્રમુખી 2 માં તેના રોલ માટે તેણે ઘણી મહેનત કરી છે. તેના માટે તેણે ભારતીય ક્લાસિકલ ડાંસમાં પોતાની જાતને પારંગત કરી છે. રિલીઝ કરવામાં આવેલા પરંપરાગત લુકમાં જોવા મળે છે. કંગના જોરદાર સુંદર લાગી રહી છે તે સાથે સાથે ટ્રેલરમાં તેની ડાંસિગ સ્કીલ પણ જોવા મળતી હતી. ફિલ્મનું ટ્રેલર રવિવારના રોજ ચેન્નઈમાં શાનદાર રીતે રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મમાં તે રાજા વેટ્ટેયનના દરબારમાં એક નર્તકી તરીકે રોલ નિભાવી રહી છે.
રિલીઝ કરવામાં આવ્યું ટ્રેલર
ટ્રેલરની શરુઆત એક સંયુક્ત પરિવારથી થાય છે. જે એક સમસ્યાનો નિકાલ કરવા માટે હવેલીમાં રહેવા જાય છે. જ્યા સાઉથ બ્લોકમાં ખુબસુરત ચંદ્રમુખી રહેતી હોય છે. જ્યા જવાથી આ લોકોને બચવાનું છે. કહાનીમાં 17 વર્ષ પછી નવો મોડ આવે છે. એક રાજા અને ચંદ્રમુખીની 200 વર્ષ જુની કહાનીને આજના સમયમાં જોડવામાં આવી છે. ટ્રેલરના એક સીનમા કંગના સફેદ અને ગુલાબી રંગની સાડી પહેરીના ડાંસ કરતી જોવા મળે છે. બીજા એક સીનમાં તે તેના ધુંધરાતા વાળ ખુલ્લા છે અને ચહેરા પર ડરનો ભાવ જોવા મળે છે.
ક્યારે રિલીઝ થશે આ ફિલ્મ
ફિલ્મનું નિર્દેશન પી. વાસુએ કર્યુ છે. તેમા અન્ય કલાકારોમાં વદિવેલુ, રાધિકા સરતકુમાર, લક્ષ્મી મેનન, સૃષ્ટી ડાંગે, મિથુન શ્યામ, મહિમાં નાંબિયાર, રવિ મરિયા અને સુરેશ મેનન છે. આ એક તામિલની હોરર કોમેડી ચંદ્રમુખીની સિક્કલ છે. જેમા પહેલા ભાગમાં રજનીકાંત અને જ્યોતિકા મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે અને તે બ્લોકબસ્ટર થઈ હતી. આ ફિલ્મ 15 સપ્ટેમ્બર એટલે કે ગણેશ ચતુર્થી પર તામિલ, હિંદી, મલયાલમ અને કન્નડ ભાષામાં રિલીઝ થવાની છે.