ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'નુ ધમાકેદાર ટ્રેલર રિલીઝ, જુઓ... આલિયા-રણવીરની કેમેસ્ટ્રી

મુંબઈ, તા. 15 જૂન 2022 બુધવાર

આખરે રણવીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ બ્રહ્માસ્ત્રનુ મચઅવેટેડ ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યુ છે. અયાન મુખર્જીના નિર્દેશનમાં બનેલી ટ્રાયલોજી સિરીઝનો આ પહેલો ભાગ છે જે 9 સપ્ટેમ્બર 2022એ રિલીઝ થશે. ટ્રેલરમાં રણવીર-આલિયાની રોમેન્ટિક કેમેસ્ટ્રીની વચ્ચે જોરદાર એક્શન અને એડવેન્ચર પણ જોવા મળ્યુ છે.

લોકોનો ખૂબ ગમ્યુ બ્રહ્માસ્ત્રનુ ટ્રેલર

બ્રહ્માસ્ત્રનુ ટ્રેલર રિલીઝ થતા જ લોકોનો ખૂબ રિસ્પોન્સ મળી રહ્યો છે. તેમના અનુસાર ટ્રેલર ખૂબ શાનદાર છે. બ્રહ્માસ્ત્રમાં રણવીર કપૂર એક અગ્નિ અસ્ત્ર બન્યા છે. આ કહાની છે આ તમામ અસ્ત્રોના દેવતા બ્રહ્માસ્ત્રની. સાથે જ કહાની છે એક નવયુવાન શિવાની, જે એ વાતથી અજાણ છે કે તે બ્રહ્માસ્ત્રની કિસ્મતનો સેિકંદર છે.

ટ્રેલરની શરૂઆત થાય છે અમિતાભ બચ્ચના અવાજ સાથે, જે જણાવે છે જળ, વાયુ, અગ્નિ... પ્રાચીન કાળથી આપણી વચ્ચે કેટલીક એવી શક્તિઓ છે જે અસ્ત્રોમાં ભરેલી છે. શિવા એટલે કે રણવીર કપૂર, જે પોતાના જીવનમાં ખૂબ એન્જોય કરી રહ્યા હોય છે. તેમની મુલાકાત લેડીલવ આલિયા (ઈશા) સાથે થાય છે. ઈશાને મળતા જ શિવા તેના પ્રેમમાં પડે છે. શિવાને આગ બાળી શકતી નથી. તે આગથી ડરતો નથી. ધીમે ધીમે શિવાને પોતાની શક્તિઓ વિશે જાણ થાય છે. પછી અસ્ત્રોની દુનિયામાં શિવાની એન્ટ્રી થાય છે અને શરૂ થાય છે ખેલ....


Astraverse યુનિવર્સની શરૂઆત

અમિતાભ બચ્ચન ગુરુ બન્યા છે તો મોની રોય નેગેટીવ રોલમાં છે. મૌની અંધારાની રાણી બની છે. નાગાર્જુનની ઝલક પણ ટ્રેલરમાં જોવા મળી. 2 મિનિટ 51 સેકન્ડના ટ્રેલરમાં VFX કમાલના છે. રણવીર કપૂરને શિવાના રોલમાં જોવા ફેન્સ માટે ટ્રીટ છે. મૌની રોય ઈમ્પ્રેસિવ લાગે છે. અયાન મુખર્જીની ફિલ્મના ટ્રેલરને જોઈને લાગે છે કે તમે અલગ જ દુનિયામાં આવી ગયા છો. એક એવી દુનિયા જ્યાં અંધારામાં કેટલાય રાજ છુપાયેલા છે. જોરદાર એક્શન સીન્સ અને VFX તમને મજા કરાવશે. બ્રહ્માસ્ત્ર પોતાની સાથે Astraverse યુનિવર્સની શરૂઆત કરી રહ્યુ છે.

રણવીર-આલિયાનો રોમાન્સ

રણવીર અને આલિયાની મલ્ટી સ્ટારર ફિલ્મને રિલીઝ થવામાં ખૂબ મોડુ થયુ છે. કોરોનાના કારણે રિલીઝમાં મોડુ થયુ છે. રણવીર અને આલિયા આ ફિલ્મના સેટ પર મળ્યા અને તેમનો પ્રેમ પાંગર્યો. બંનેની સાથે આ પહેલી ફિલ્મ છે. હવે બંનેના લગ્ન પણ થઈ ગયા છે. રણવીર કપૂર આ ફિલ્મ માટે ખૂબ એક્સાઈટેડ છે. બ્રહ્માસ્ત્રની આ એડવેંરસ અને ફેંટસીથી ભરપૂર કહાની લોકોનુ દિલ જીતી શકશે કે નહીં. એ 9 સપ્ટેમ્બર બાદ ખબર પડશે.

City News

Sports

RECENT NEWS