આયુષ્માન ખુરાનાની આગામી ફિલ્મ અનીસ બઝમી સાથે હોવાની ચર્ચા


- જોકે બન્નેએ સત્તાવાર ઘોષણા કરી નથી

મુંબઇ: આયુષ્માન ખુરાના  હાલ પોતાની આગામી ફિલ્મ એન એકશન હીરોની રિલીઝની રાહ જોઇ રહ્યો છે. આ ફિલ્મને હિટ કરાવા માટે અભિનેતા પ્રમોશનમાં કોઇ કસર છોડવા તૈયાર નથી. બિગ બોસ 16 વીકએન્ડના વાર પર પણ આયુષ્માન ખુરાના ફિલ્મને પ્રમોટ કરવા જોવા મળ્યો હતો. 

હવે આયુષ્માનને લઇને અન્ય એક સમાચાર એ છે કે, અભિનેતા વધુ એક ફિલ્મની તૈયારી કરી રહ્યો છે. તેની આ ફિલ્મ અનીસ બઝમી સાથેની હશે. જોકે આયુષ્માન અને અનીસ બઝમીએ આ વિશે સત્તાવાર ઘોષણા કરી નથી. આયુષ્માને એક વાતચીત દરમિયાન જણાવ્યું હતુ ંકે, અત્યારે હું કાંઇ કહી શકું એમ નથી, ભવિષ્યમાં આ વાત બનશે ત્યારે હું ચોક્કસ આ વિશે જણાવીશ. 

આયુષ્માનની એન એકશન હીરોનું દિગ્દર્શન અનિરુદ્ધ ઐયરે કર્યું છે. આ ફિલ્મમાં મલાયકા અરોરા અને નોરા ફતેહીનો સ્પેશિયલ ડાન્સ નબંર પણ છે. 

City News

Sports

RECENT NEWS