For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આશા ભોંસલેઃ કોવિડ-19 વૈશ્વિક મહામારીએ લોકોને એકતા અને શક્તિના પાઠ શીખવ્યા

- પીઢ ગાયિકા હાલ પોતાના પરિવાર સાથે રહે છે

Updated: May 26th, 2020


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 25 મે 2020, સોમવાર

પીઢ ગાયિકા આશા ભોંસલેનું માનવું છે કે કોવિડ-૧૯ની બીમારી આપણને એકતા અને શક્તિના પાઠ શીખવી રહી છે. ગાયિકાએ હાલમાં જ પોતાની યૂટયુબ ચેનલ સાથે ડિજિટલ દુનિયામાં ડેબ્યુ કર્યું છે. 

તેણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, હું મારા પરિવાર સાથે રહું છું. મારો પુત્ર, પુત્રવધુ અને પૌત્રી અમે હાલ સાથે સારો સમય પસાર કરી રહ્યા છીએ. અમે ગંમેશા ફોન પર નથી હોતા, પરંતુ જુની તસવીરો સાથે મળીને જોઇએ છીએ તેમજ જુની વાતોને યાદ કરીને એક ઉત્તમ સમય પસાર કરી રહ્યા છીએ. 

તેમણે પોતાનું બાળપણ યાદ કરતા જણાવ્યું હતું કે, નાનપણમાં અમે ભાઇ-બહેનોએ માતા સાથે મળીને બહુ સારો સમય વિતાયો છે. મારા પિતાનાઅવસાન બાદ અમે આર્થિક રીતે ભાંગી ગયા હતા. પરંતુ અમે હિંમતથી એ સંઘર્ષના દિવસોનો સામનો કર્યો. અમે સાથે મળીને ગીતો ગાતા તેમજ એકબીજાને વાર્તાઓ સંભળાવતા. પૈસાથી લોકો વૈભવશાળી જિંદગી જીવી શકે છે પરંતુ શાંતિ અને સંતોષ નહીં 

પહેલાના સમયમાં આપણે નાની-નાની વાતોમાંથી ખુશીઓ શોધતા હતા. આજે પણ આપણે ફરી આ અપનાવવું પડશે. પહેલા આપણે અઢળક નાણા નહોતો કમાતા છતાં સુખ અને શાંતિનું જીવન ગાલતા હતા. આજે લોકો વધુને વધુ મેળવવા માટે ખોટી દોડધામ કરી રહ્યા છે. 

Gujarat