For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

શું ડોન-3માં શાહરૂખ ખાન-અમિતાભ બચ્ચન સાથે હશે? 'મહાનાયક'ની આ પોસ્ટ શું ઈશારો કરે છે?

Updated: Jun 19th, 2022

Article Content Image

- 'શહેનશાહે' ફિલ્મ ડોન સાથે સંકળાયેલો એક ફોટો શેર કરીને કઈ રીતે 1978ના વર્ષમાં તે ફિલ્મને જોવા માટે થિયેટર્સની બહાર લાંબી લાઈનો લાગતી તે દર્શાવ્યું હતું

મુંબઈ, તા. 19 જૂન 2022, રવિવાર

બોલિવુડના મહાનાયક એટલે કે, અમિતાભ બચ્ચન તથા કિંગ ખાન, શાહરૂખ ખાન જ્યારે પણ કોઈ ફિલ્મોમાં સાથે દેખાયા છે ત્યારે તે ફિલ્મ બ્લોકબસ્ટર હિટ થઈ જ છે. 'મોહબ્બતે'થી શરૂ કરીને 'કભી ખુશી કભી ગમ' સુધી આ બંને કલાકારો જે પણ ફિલ્મોમાં સાથે જોવા મળ્યા છે તે ફિલ્મે રેકોર્ડબ્રેક કમાણી કરી છે. ત્યારે એમ લાગી રહ્યું છે કે, હવે ઘણાં લાંબા સમય બાદ બોલિવુડના 'બાદશાહ' અને 'શહેનશાહ' ફરી એક જ સાથે જોવા મળશે. 

ડોન-3ના પોસ્ટર પર બચ્ચનની સાઈન

હકીકતે બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ કરી છે. એ પોસ્ટમાં શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચન એક સાથે જોવા મળી રહ્યા છે. ફોટોમાં અમિતાભ બચ્ચન ફિલ્મ 'ડોન' (1978)ના હેન્ડમેડ પોસ્ટર પર પોતાની સાઈન કરી રહેલા દેખાય છે અને શાહરૂખ ખાન તેમના પાસે ઉભો છે. 

Article Content Image

અમિતાભનો ઓટોગ્રાફ લઈ રહ્યા છે શાહરૂખ ખાન

ફોટોમાં શાહરૂખ ખાન કોઈ ફેનની જેમ અમિતાભ બચ્ચનનો ઓટોગ્રાફ લેતા જોવા મળે છે. અમિતાભ બચ્ચન ગાડીના બોનેટ પર તે પોસ્ટર રાખીને તેને સાઈન કરી રહ્યા છે. અમિતાભ બચ્ચને આ ફોટો શેર કરીને કેપ્શનમાં લખ્યું હતું કે, 'અને.. એ જ મનોદશામાં કાઉન્ટડાઉન શરૂ...ડોન'

સતત મુકી રહ્યા છે ડોન સાથે સંકળાયેલી પોસ્ટ

ઉલ્લેખનીય છે કે, તેના પહેલા પણ અમિતાભ બચ્ચને ફિલ્મ ડોન સાથે સંકળાયેલી એક પોસ્ટ શેર કરી હતી. તેમણે ફિલ્મ ડોન સાથે સંકળાયેલો એક ફોટો શેર કરીને કઈ રીતે 1978ના વર્ષમાં તે ફિલ્મને જોવા માટે થિયેટર્સની બહાર લાંબી લાઈનો લાગતી તે દર્શાવ્યું હતું. 

Article Content Image

Gujarat