એક્તાની ફિલ્મ માટે અનન્યા પાંડે અને નુસરત ભરુચા હોડમાં


- કેટીના ફિલ્મના પ્રોજેક્ટ પરથી ધૂળ ખંખેરાઈ

- ત્રણ વર્ષ પહેલાં આ પ્રોજેક્ટ માટે દિશા પટાણીને કાસ્ટ કરવાની ઘોષણા થઈ હતી પણ હવે બાદબાકી

મુંબઇ : એક્તા કપૂરે તેના ત્રણ વર્ષ જૂના પ્રોજેક્ટ 'કેટીના' પરથી ધૂળ ખંખેરી છે. આ ફિલ્મ માટે નવેસરથી કાસ્ટિંગ થઈ રહ્યું છે અને તેમાં મૂળ અભિનેત્રી દિશા પટાણીની બાદબાકી થઈ ગઈ છે. 

એકતા કપૂરની  આ  ફિલ્મ માટે અનન્યા પાંડે અને નુસરત ભરૂચાનો સંપર્ક કરવામાં આવ્યો છે. આ ફિલ્મની સ્ટારકકાસ્ટ ફાઇનલ થયા પછી ફિલ્મ પર કામ શરૂ કરવામાં આવશે. 

અનન્યા પાંડે એકતા કપૂરની ડ્રીમ ગર્લ ટુમાં કામ કરી રહી છે. જ્યારે નુસરતે ડ્રીમ ગર્લમાં મુખ્ય રોલ કર્યો હતો. ઉપરાંત અભિનેત્રી જનહિત મેં જારીમાં પણ જોવા મળી હતી. બન્ને ફિલ્મોનું નિર્માણ એકતા કપૂરે કર્યું હતું. 

એકતાએ ત્રણ વર્ષ અગાઉ એક વીડિયો દ્વારા આ ફિલ્મ અનાઉન્સ કરી હતી. ત્યારે તેમાં દિશા પટાણીને દર્શાવાઈ હતી. એ પછી એકતાએ આ ફિલ્મ બનાવવાનું જ માંડી વાળ્યું હોવાનું કહેવાયું હતું. હવે એક્તાએ ફરી આ પ્રોજેક્ટ હાથ ધરવાનું નક્કી કર્યું છે તો કાસ્ટ બદલવામાં આવી રહી છે. 

City News

Sports

RECENT NEWS