અમિતાભ ભારતની પ્રગતિ પરના શો નું નેરેશન કરશે


- અમિતાભના વોઈસનો જાદૂ બેકરાર

- ધી જર્ની ઓફ ઇન્ડિયા શો માં ભારતની 75 વર્ષની પ્રગતિ અમિતાભના અવાજમાં સાંભળી શકાશે

મુંબઇ : અમિતાભ બચ્ચનના અવાજમાં લોકોને આકર્ષિત કરવાનો જાદુ છે. તેમની બોલવાની શૈલી શ્રોતાગણને પ્રભાવિત કરે છે. ભારતની ૭૫ વરસની પ્રગતિની ગાથા કહેતા એક શોમાં નેરેશનની જવાબદારી અમિતાભને સોંપાઈ છે. 

ઓટીટી પર આવતા મહિને ' ધ જર્ની ઓફ ઇન્ડિયા' નામની એક નવી શ્રૂખંલા શરૂ થઇ રહી છે. આ શો ભારતના છેલ્લાં ૭૫ વરસ પરઆધારિત હશે. જેમાં દેશે જુદાં જુદાં ક્ષેત્રોમાં સાધેલી પ્રગતિની વિગતો રજૂ કરવામાં આવશે. 

આ શોમાં  દ ેશની સમ્માનિત વ્યક્તિઓ અને વિષય નિષ્ણાંતોના લાઇન-અપ ઇનપુટ પણ સમાવામાં આવશે. 

અમિતાભ દ્વારા ફિલ્મો તથા અન્ય મહત્વના પ્રોજેક્ટસમાં નેરેશન બહુ નવાઈની વાત નથી. કેટકેટલાંય ઐતિહાસિક સ્થળોના લાઈટ એન્ડ સાઉન્ડ શો હોય કે પછી કોઈ ફિલ્મમાં સૂત્રધારની ભૂમિકામાં માત્ર વોઈસથી હાજરી અપાવવાની હોય એ બધા માટે આજે પણ હાઈ વેલ્યૂનાં પ્રોડક્શનમાં અમિતાભ જ પહેલી પસંદગી છે. ૭૯ વર્ષની વયે પણ તેમણે પોતાના અવાજનો જાદૂ જાળવી રાખ્યો છે જે એક આગવી સિદ્ધિ છે. 

City News

Sports

RECENT NEWS