રિલીઝ વચ્ચે પઠાણ ફિલ્મનો UP-MP સહિત અનેક રાજ્યોમાં વિરોધ, પોસ્ટર સળગાવ્યા

Updated: Jan 25th, 2023


- ઈન્દોર અને મધ્યપ્રદેશના ઘણા જિલ્લાઓમાં હજુ પણ શાહરૂખ ખાનની ફિલ્મ વિરુદ્ધ નારા લગાવાયા

નવી દિલ્હી, તા. 25 જાન્યુઆરી 2023, બુધવાર

બહુ ચર્ચિત અને વિવાદોથી ઘેરાયેલી ફિલ્મ પઠાણ આજે રિલીઝ થઈ ગઈ છે. શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણનો જબરજસ્ત ક્રેઝ બન્યો છે. આ ફિલ્મનું ગીત બેશરમ રંગ જ્યારથી રિલીઝ થયુ હતું ત્યારથી ફિલ્મમાં દિપીકા પાદુકોણની ભગવા રંગની બિકનીના કારણે વિવાદ સર્જાયો છે.

જોકે, વિવાદોનો આ ફિલ્મને પૂરો ફાયદો થયો અને પઠાણની એડવાન્સ બુકિંગ જબરજસ્ત રહી હતી. ફિલ્મે રિલીઝ પહેલા જ 21 કરોડની આસપાસ કમાણી કરી લીધી હતી. 25 જાન્યુઆરી 2023ને યશરાજ બૈનર દ્વારા બનેલી ફિલ્મ પઠાણ ફાઈનલી રિલીઝ થઈ ગઈ છે પરંતુ આ વચ્ચે પણ અનેક શહેરોમાં સ્પાઈ થ્રિલર ફિલ્મનો વિરોધ હજુ બંધ નથી થઈ રહ્યો. હવે પઠાણના વિવાદે ફરી એક વખત જોર પકડ્યુ છે.

પઠાણને માત્ર ઈન્ડિયામાં જ નહીં પરંતુ વિશ્વભરમાં અનેક ભાષાઓમાં રિલીઝ કરવામાં આવી છે. એક તરફ  સિનેમાઘરોમાંથી બહાર આવતા દર્શકો આ ફિલ્મના વખાણ કરતા થાકતા નથી ત્યારે બીજી તરફ ઈન્દોર અને મધ્યપ્રદેશના ઘણા જિલ્લાઓમાં હજુ પણ શાહરૂખ ખાનની ફિલ્મ વિરુદ્ધ નારા લગાવવામાં આવી રહ્યા છે. 

વિશ્વ હિન્દુ પરિષદે એવું કહ્યું હતું કે, તેઓ હવે પઠાણ વિરુદ્ધ કોઈ પ્રદર્શન નહીં કરશે. આ ફિલ્મ જોવી કે ન જોવી તેનો નિર્ણય જનતા પર છે. પરંતુ તેમ છતાં નાના-નાના શહેરોમાં પઠાણના ફિલ્મ સળગાવવામાં આવી રહ્યા છે અને ફિલ્મના રિલીઝ પર પ્રદર્શન થઈ રહ્યુ છે. 

બજરંગ દળના કેટલાક કાર્યકરો આ ફિલ્મનો સતત વિરોધ કરી રહ્યા છે. છત્તીસગઢમાં ગઈકાલે રાત્રે સુપેલા વેંકટેશ્વર ટોકીઝની સામે કેટલાક અજાણ્યા લોકોએ પઠાણનું પોસ્ટર ફાડી નાખ્યું હતું. સુપેલા વેંકટેશ્વર પોલીસે જણાવ્યું કે, ઘણા લોકો આ ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે ત્યારબાદ સુરક્ષા માટે ત્યાં પોલીસ તૈનાત છે.

આ સાથે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે મધ્યપ્રદેશના બરવાના જિલ્લામાં એક ટોકીઝમાં શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણનું પોસ્ટર પણ સળગાવી દીધું હતું. આ સિવાય વિશ્વ હિન્દુ પરિષદે કર્ણાટકના ભાગલપુર અને બિહારના ઈન્દોર અને આગ્રા જેવા અનેક શહેરોમાં ફિલ્મનો વિરોધ કર્યો હતો.


    Sports

    RECENT NEWS