રંગી તરંગાની બોલીવૂડ રિમેકમાં અક્ષય કુમાર અથવા શાહિદ કપૂરને તક મળી શકે

Updated: Jul 10th, 2022


- કન્નડ થ્રિલર દર્શકોને ખૂબ પસંદ આવી હતી

તાજેતરમાં દિગ્દર્શક અનુપ ભંડારીની ડેબ્યુ ફિલ્મ રંગી તરંગાએ ૩જી જુલાઈએ સાત વર્ષ પૂર્ણ કર્યા. છેલ્લા કેટલાક વર્ષોથી કન્નડ ફિલ્મ રંગી તરંગાની બોલીવૂડમાં રિમેકની અફવા ઊડી રહી હતી. પણ હવે તેના વિશે સમર્થન મળ્યું છે. મુંબઈમાં એક મોટું પ્રોડક્શન હાઉસ હિન્દી રિમેકને ભવ્ય સ્કેલ પર બનાવવા માટે મોટા કોર્પોરેટ સ્ટુડિયો સાથે વાતચીત કરી રહ્યું છે અને રિમેક કરવા માટે અક્ષય કુમાર અને શાહિદ કપૂર જેવા કલાકારોનો સંપર્ક કરશે.  થ્રિલર સસ્પેન્સ રંગી તરંગાની રજૂઆત બાદ દર્શકોમાં તે ખૂબ જ લોકપ્રિય બની હતી અને તેને અનેક એવોર્ડ મળ્યા હતા. 

અનુપ ભંડારીના ભાઈ નિરુપ ભંડારીએ પણ અવંતિકા શેટ્ટી સાથે આ ફિલ્મથી એક્ટીંગ ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું. વરિષ્ઠ એકટર સાઈ કુમારના મહત્વના રોલે તેને ખૂબ જ પ્રશંસા અપાવી હતી.

હાલ અનુપ ભંડારી તેના સમગ્ર દેશમાં રજૂ થનારા પ્રોજેકટ વિક્રાંત રોનાના પોસ્ટ પ્રોડકશન, પ્રમોશન અને રજૂઆતમાં વ્યસ્ત છે. કિચ્ચા સુદીપ અભિનિત આ ફિલ્મ ૨૮ જુલાઈએ રજૂ થશે. ૩ડીમાં બનેલી આ ફિલ્મ અન્ય ભારતીય ભાષાઓ અને વિદેશી ભાષામાં પણ રજૂ થશે.

    Sports

    RECENT NEWS