For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ 'રક્ષાબંધન' ના પોસ્ટરમાં જોવા મળતી આ ચાર અભિનેત્રીઓ કોણ છે ?

Updated: Jun 21st, 2022

Article Content Image

મુંબઈ, તા. 21 જૂન 2022 મંગળવાર

અક્ષય કુમાર એકવાર ફરી સિલ્વર સ્ક્રીન પર બ્રાન્ડ ન્યુ ફિલ્મ સાથે દસ્તક દેવાનો છે. બેક ટુ બેક બે ફ્લોપ ફિલ્મ આપ્યા બાદ અક્ષય પોતાની નવી ફિલ્મને લઈને ફુલ જોશમાં છે. આ ફિલ્મનુ નામ છે રક્ષાબંધન. આ એક ફેમિલી ડ્રામા ફિલ્મ છે. જેમાં અક્ષય કુમારની સામે લીડ રોલમાં ભૂમિ પેડનેકર છે. 

રક્ષા બંધન ફિલ્મને આનંદ એલ રાયે ડાયરેક્ટ કરી છે. અક્ષયની ફિલ્મનુ ટ્રેલર આજે સાંજે રિલીઝ થવાનુ છે. ટ્રેલર રિલીઝ પહેલા ફિલ્મમાં અક્ષય કુમારની બહેનોનુ પાત્ર નિભાવનારી 4 નવી અભિનેત્રીઓ વિશે જાણો.

Article Content Image

સાદિયા ખતીબ

અક્ષય કુમાની અપકમિંગ ફિલ્મ રક્ષા બંધનમાં સાદિયા ખતીબ અક્ષય કુમારની બહેન છે. સાદિયા એક એક્ટ્રેસ છે. સાદિયાએ બોલીવુડમાં વિધુ વિનોદ ચોપડાની ફિલ્મ શિકારાથી બોલીવુડમાં ડેબ્યુ કર્યુ હતુ. 

સાદિયા ખતીબ હવે રક્ષા બંધન ફિલ્મમાં જોવા મળશે. સાદિયાની ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ જોઈને એટલુ તો સ્પષ્ટ છે કે તે ફરવાની શોખીન છે. એક્ટ્રેસના ઈન્સ્ટાગ્રામ પર 18.4k ફોલોઅર્સ છે.

Article Content Image

શાહજમીન કૌર

અભિનેત્રી શાહજમીન કૌર પણ રક્ષાબંધન ફિલ્મમાં અક્ષય કુમારની બહેનની ભૂમિકામાં જોવા મળશે. રિપોર્ટ અનુસાર શાહજમીન અક્ષયની ફિલ્મ રક્ષાબંધનથી જ બોલીવુડમાં ડેબ્યુ કરી રહી છે.

શાહજમીન કૌરના ઈન્સ્ટાગ્રામ પર લગભગ 1500 ફોલોઅર્સ છે. એક્ટ્રેસની પ્રોફાઈલ જોઈને લાગે છે કે તેને ડાન્સિંગ, સિંગિંગ અને એક્ટિંગનો ખૂબ શોખ છે અને હવે તે અક્ષય કુમારની ફિલ્મથી પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરવાની છે.

Article Content Image

દીપિકા ખન્ના

રક્ષાબંધન ફિલ્મથી દીપિકા ખન્ના ચાહકોના દિલમાં પોતાનુ સ્થાન બનાવવા માટે તૈયાર છે. રક્ષાબંધનમાં દીપિકા ખન્ના પણ અક્ષય કુમારની બહેન બની છે. 

દીપિકા મુંબઈની રહેવાસી છે. રક્ષા બંધનથી પહેલા દીપિકા ઘણા ટીવી શો માં કામ કરી ચૂકી છે. રિપોર્ટ્સ અનુસાર દીપિકા હંમેશાથી એક અભિનેત્રી બનવા ઈચ્છતી હતી અને તેણે પોતાની મહેનતથી સપનાને સાકાર કર્યુ. 

Article Content Image

સ્મૃતિ શ્રીકાંત

રક્ષાબંધન ફિલ્મમાં અક્ષય કુમારની બહેનના પાત્રમાં દેખાતી એક્ટ્રેસ સ્મૃતિ શ્રીકાંત એક ફિટનેસ ફ્રીક છે. સ્મૃતિ સોશિયલ મિડીયા પર ખૂબ એક્ટિવ છે. ઈન્સ્ટાગ્રામ પર સ્મૃતિના 11.6k ફોલોઅર્સ છે.

સ્મૃતિ પોતાના સ્ટાઈલ સ્ટેટમેન્ટની સાથે પોતાની ફિટનેસને લઈને પણ ખૂબ પેશનેટ છે. આનો અંદાજો તેના ઈન્સ્ટા પોસ્ટથી લગાવી શકાય છે. સ્મૃતિ શ્રીકાંત એક એક્ટ્રેસ હોવાની સાથે એક મોડલ પણ છે. સ્મૃતિ ફિલ્મ રક્ષાબંધનમાં અક્ષય કુમારની બહેન બની છે. 

અક્ષય કુમારની ફિલ્મ રક્ષાબંધન થિયેટરમાં 11 ઓગસ્ટે રિલીઝ થશે. હવે જોવાનુ એ રહેશે કે બચ્ચન પાંડે અને સમ્રાટ પૃથ્વીરાજ જેવી બેક ટુ બેક બે ફ્લોપ ફિલ્મ આપ્યા બાદ શુ અક્ષયની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાલ કરી શકશે નહીં.

Gujarat