અક્ષય કુમારને અક્કલ આવી નવી ફિલ્મમાં રોમાન્સ નહીં કરે
Updated: Jan 24th, 2023
55 વર્ષે પણ રોમાન્ટિક દ્રશ્યોની ટીકા થઈ હતી
લાગે છે કે,અભિનેતા હવે પોતાની વયને માન આપીને આવા રોલથી દૂર રહેવા માંગે છે
મુંબઇ: અક્ષય કુમારને મોડે મોડે કદાચ ખ્યાલ આવ્યો છે કે હવે પોતાની ઉમર મોટા પડદે નાની વયની હિરોઈનો સાથે રોમાન્સ કરવાની રહી નથી. આથી, તેની આગામી ફિલ્મમાં કોઈ રોમાન્ટિક ટ્રેક રાખવામાં આવ્યો નથી.
અક્ષય કુમારની સી શંકરન નાયરની બાયોપિકમાં તેનાં કોઈ હિરોઈન સાથે રોમાન્ટિક દૃશ્યો નહીં હોય. આ ફિલ્મમાં અનન્યા પાંડેની પણ ભૂમિકા છે પરંતુ તેની અક્ષય સાથે રોમાન્ટિક પેર નહીં બને. એક અહેવાલ અનુસાર બડે મિયાં છોટે મિયાંમાં પણ અક્ષયને કોઈ રોમાન્ટિક દૃશ્ય મળવાના નથી.
અક્ષય કુમારની સુપર ફલોપ ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજમાં તેના કરતાં ૨૭ વર્ષ નાની માનુષી છિલ્લરને હિરોઈન બનાવવામાં આવી હતી. તે વખતે અક્ષય કુમારની ભારે ટીકા થઈ હતી. તેણ હવે આટલી નાની હિરાઈનો સાથે રોમાન્ટિક દૃશ્યો આપવાનો મોહ છોડી દેવો જોઈએ તેવી ટિપ્પણીઓ થઈ હતી.