For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અક્ષય કુમાર અને જેકલિન ફર્નાન્ડિસ છઠ્ઠી વાર સાથે કામ કરતા જોવા મળશે

- જોકે હજી આની સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી

Updated: Feb 12th, 2021


(પ્રતિનિધિ દ્વારા) મુબઇ, તા.11 ફેબ્રુઆરી 2021, ગુરુવાર

અક્ષય કુમાર હાલ પોતાની આગામી ફિલ્મ  રામસેતુને લઇન ેચર્ચામાં છે. આ ફિલ્મમાં તેની સાથે જેકવેલિન ફર્નાન્ડિસ કામ કરી રહી છે. જોકે સત્તાવાર રીતે આની ઘોષણા કરવામાં આવી નથી. જો આમ થશે તો સૌથી રસપ્રદ વાત એ છે કે, અક્ષય અને જેકલિન છઠ્ઠી ફિલ્મમાં સાથે કામ કરશે. 

ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રે જણાવ્યું હતુ કે, રામસેતુ ફિલ્મમાં અક્ષય સાથે જેકલિનને સાઇન કરવામાં આવી છે. આ ફિલ્મની વાર્તા અકતા અને ભાઇચારા પર આધારિત છે. જેનું શૂટિંગ અયોધ્યામાં  કરવામાં આવશે. આ માટે અક્ષયે ત્યાંના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસેથી પહેલાથી જ મંજૂરી મેળવી લીધી છે. 

અક્ષય અને જેકલિને અત્યાર સુધીમાં, હાઉસફુલ, હાઉસફુલ ટુ, હાઉસફુલ ૩, બ્રધર્સમાં  સાથે જોવા મળ્યા છે. હવે પછી તે બચ્ચન પાંડેય અને રામસેતુમાં જોવા મળશે. 

આ ફિલ્મની ઘોષણા અયે ૨૦૨૦ના દિવાળીના દિવસે કરી હતી. જેનું દિગ્દર્શન અભિષેક શર્મા કરવાના છે.

Gujarat