For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અજય દેવગણ અને આલિયા ભટ્ટે ફિલ્મ આરઆરઆર માટે તગડી ફી લીધી

Updated: Jan 14th, 2022

Article Content Image

- રાજમૌલીની ફિલ્મમાં અજય અને આલિયાનો કેમિયો 

મુંબઇ : એસ.એસ.રાજમૌલીની ફિલ્મ આરઆરઆર એક મેગા બજેટ ફિલ્મ છે. આ ફિલ્મમાં સાફથના રામ ચરણ અને જુનિયર એનટીઆર કામ કરી રહ્યા છે. તો વળી ફિલ્મમાં બોલીવૂડના સુપરસ્ટાર અજય દેવગણ અને આલિયા ભટ્ટ પણ કેમિયો કરી રહ્યા છે. આ ફિલ્મમાં અજય અને આલિયાને કામ કરવા માટે પૂરી ફિલ્મના અનુસાર જ ફી આપવામાં આવી છે.  એક રિપોર્ટના અનુસાર, આલિયા ભટ્ટ આ ફિલ્મમાં ફક્ત ૧૫ મિનીટ જ જોવા મળવાની છે. પરંતુ તે એક હિંદી ફિલ્મ માટે જેટલું મહેનતાણું લે છે તેટલી ફી તેણે આ ફિલ્મમાં કેમિયો કરવા માટે લીધી છે. આલિયાએ આ નાનકડી ભૂમિકા માટે ફક્ત રૂપિયા નવ કરોડ લીધા છે. 

જ્યારે અજય દેવગણ પણ મહેમાન ભૂમિકામાં જ આ ફિલ્મમાં કામ કરી રહ્યો છે. પરંતુ તેનો રોલ પ્રભાવશાળી હોવાનું કહેવાય છે. કહેવાય છે કે અજયને આ ફિલ્મમાં કામ કરવા માટે રૂપિયા ૩૫ કરોડ આપવામાં આવ્યા છે. અજયે આ ફિલ્મના શૂટિંગ માટે પોતાના વ્યસ્ત શેડયુલમાંથી સમય કાઢ્યો હતો. 

અજય અને આલિયાને આ ફિલ્મમાં લેવાનું હેતુ રાજમોલીનો એ જ છે કે હિંદી ભાષી દર્શકોને આકર્ષી શકાય. 

Gujarat