For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ત્રિલોકી વંદનીય દેવર્ષિ નારદજી...

Updated: May 26th, 2021

Article Content Image

પૌ રાણિક કાળથી પુરાણ પ્રસિધ્ધ દેવર્ષિ નારદ ધાર્મિક હૃદયમાં શ્રદ્ધેય સ્થાન ધરાવે છે. બ્રહ્માજીનાં માનસપુત્ર ગણાતાં નારદજીનું દેશનાં બધાય પુરાણ શાસ્ત્રોમાં મહત્વનું સ્થાન છે. દેવર્ષિ નારદજીનાં બાહ્ય પરિવેશમાં સાત્વિકતા, એમની પવિત્રતા જ્ઞાાન, સદાય પ્રસન્નતા, પ્રભુ પ્રત્યેનો પ્રેમ, ઝલકતો દેખાય છે. એમની લાંબી, ઉભી ચોટલી, હસ્ત કમળમાં શોભતા સિધ્ધવીણા. કરતાલ તથા વારંવાર ઉચ્ચારતા 'નારાયણ નારાયણ' નાં નામ જયથી નારદજી બીજા દેવોથી જુદા જ તરી આવે છે. વર્તમાન સમયમાં પણ નારદજીનાં સુવચનો સૌને આકર્ષતા હોય છે.

મહર્ષિ નારદજીનું ચારિત્ર્ય એમના ધર્મ સંબંધી ઉંડાજ્ઞાાન, નિષ્કામ કર્મયોગ, પ્રભુભક્તિ, સત્ય, ધર્મ-નીતિ, ન્યાયનાં સમર્થક, સર્વલોકનાં કલ્યાણથી તેઓ શોભે છે. તેમણે ભક્ત પ્રહ્લાદને ઁ નમો ભગવતે વાસુદેવાય.. નો મહામંત્ર આપીને પ્રભુ ઉપાસનાનાં પાઠ શીખવ્યા. તેમણે વાલિયા લૂંટારુંમાંથી વાલ્મિકી ઋષિ બનાવવાની પ્રેરણા આપી. સર્વે દેવો, રાજા મહારાજાથી લઈને સામાન્ય જન સૌને ધર્મ-અધ્યાત્મનાં ગૂઢ રહસ્યો નારદજીએ સમજાવ્યા છે. તેથી જ (શ્રી કૃષ્ણ ભગવાને 'શ્રીમદ ભગવદ્ ગીતા'નાં ૧૦મા અધ્યાય વિભૂતિયોગમાં જણાવ્યું છે, 'હું દેવર્ષિઓમાં નારદમુનિ છું.' ભગવાનનું આ કથન જ નારદજીનું દેવોમાંના ઉંચા સ્થાનનું સૂચન કરે છે.

મહર્ષિ વ્યાસે 'શ્રીમદ્ ભગવતની અદ્ભૂત રચના કરી છે. તેમાં દેવર્ષિ નારદજીનો મોટો ફાળો છે. તેમની પ્રેરણાથી જ પરમાનંદથી છલકતા 'ભાગવત' રૂપી ફળની પ્રાપ્તિ થયેલી. યુધિષ્ઠિરે 'મહાભારત'માં નારદજીનો એક મહાન તપસ્વી, યોગી, ભક્ત, જ્ઞાાની છે. તેમણે ઉચ્ચ સમાધિને પ્રાપ્ત કરીને પૌરાણિક શાસ્ત્રોમાં મહત્વનું ઉંચુ સ્થાન મેળવ્યું છે.

પૌરાણિક શાસ્ત્રોમાંનાં એક ઉલ્લેખ પ્રમાણે નારદજી દાસીપુત્ર હતા. પરંતુ તેમની બ્રહ્મદેવોની સેવાથી અને તેમના સત્સંગથી તેઓ 'બ્રહ્માજી'ના માનસપુત્ર બની શક્યા હતા. નારદજી તો ત્રણેય લોકમાં વિહરી શક્તા. હરતા ફરતા જ્ઞાાનનાં સ્ત્રોત્ર હતા. નારદ પુરાણ પૂર્વ ૪૧-૧૧૫માં જણાવાયું છે કે :

'હરનોમૈવ નામૈધ મન જીવનમ્ ।

કલો નાસ્તયેવ ઠાતિરન્યથા ।।

'ભગવાન શ્રી હરિ નામનું રટણ એજ મારો જીવનમંત્ર છે. આ સિવાય કળિયુગમાં કોઈ અન્યગતિ નથી જ, નથી જ. માટે દરેક સંસારીએ શ્રધ્ધા-પ્રેમપૂર્વક મનથી હરેક પળ હરિ સ્મરણ કરતા રહેવું જોઈએ.

દેવર્ષિ નારદજીનો સંદેશ છે.

નારાયણ.. નારાયણ.. નારાયણ..

ઓમ નમો ભગવતે વાસુદેવાય.. !

Gujarat