For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

'મા'ના ત્રણ સ્વરૂપો .

Updated: Sep 21st, 2022

Article Content Image

સ માજમાં રહેલી મહિષાસુર વૃત્તિનો નાશ કરનાર આ 'મા'નું દિવ્ય સ્વરૂપ છે. એટલે જ તેને મહિષાસુર મર્દિની કહે છે. આપણામાં રહેલી મહિષ-પાડા જેવી વૃત્તિનો નાશ કરનારી'મા' આની આરાધનાથી નાશ કરી સાત્વિક વૃત્તિ આપે તેવી આપણે માતાજી પાસે પ્રાર્થના કરીએ કે આપણી દુવૃત્તિનું દમન કરી સદ્બુદ્ધિ આપે. यादेवी सर्वभूतेषु शक्तिऱुपेण सस्थिता । नमतस्यै नमो नमः। જે જે રાક્ષસોનો સંહાર કર્યો તેની સાથે આ જુદા જુદા સ્વરૂપો અને નામો જોડાયેલા છે. 

માના ત્રણ સ્વરૂપો પ્રચલિત છે :- મહાકાલી-મહાલક્ષ્મી-મહાસરસ્વતી આ ત્રણેયની ત્રણ ત્રણ દિવસ આરાધના કરાય છે. જેથી નવ દિવસ થાય છે. 

નવરાત્રીનાં પ્રથમ ત્રણ દિવસ માતૃશક્તિની 'કાલી'નાં સ્વરૂપની ઉપાસના કરાય છે. આનાથી મનની મલિનતા, દુર્ગુણો, મહિષાસુરવૃત્તિ- આસુરી વૃત્તિનો નાશ થાય છે. આપત્તિઓમાંથી બચી જવાય છે.

નવરાત્રીનાં વચલા ત્રણ દિવસમાં 'મહાલક્ષ્મી'નું પુજન કરાય છે. જેથી દૈવી સંપત્તિ પ્રાપ્ત થાય છે અને સાત્વિક શક્તિની તુષ્ટિ અને પુષ્ટિની વૃદ્ધિ થાય છે.

છેલ્લા નવરાત્રિના ત્રણ દિવસ 'મહાસરસ્વતી'નું પુજન કરાય છે. જેનાથી જ્ઞાાન પ્રાપ્તિ સંગીત પ્રાપ્તિ થાય છે. તેની દિવ્ય વીણા મધુર ધ્વનિ ઉત્પન્ન કરે છે તેના વસ્ત્રાલંકાર શ્વેત છે. જે આત્મનું દ્યોતક છે. જેનું પૂજન કરવાથી સત્ ચિત આનંદની અનુભૂતિ થી सोडह ભાવમાં લીન થવાય છે તેનું વાહન મોર છે.

Gujarat