FOLLOW US

'વાણીનું તપ પણ એક તપશ્ચર્યા છે.'

Updated: Sep 13th, 2023


વા ણીનું મહત્વ દરેક ઘર્મગ્રંથોમાં બતાવ્યું છે. જીવનમાં દરેક કર્મોમાં વાણીથી જ ભગવાન-ઇષ્ટદેવ-સમાજ-ગૃહસ્થજીવન પ્રિય-અપ્રિય બને છે. વાણી નું એક 'તપ' હોય છે. ઋૂગ્વેદ ૩/૭/૫ માં ખાસ કહ્યું છે કે

''સંસારમાં એવાય માણસો છે કે જેમની વાત કોઈ સાંભળવા તૈયાર નથી.બીજા એવા છે કે જેમને સાંભળવા લોકો ઉત્સુક હોય છે.એમના એક એક વચન ને સાવધાન થઈને સાંભળે છે. તેના હાર્દને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરે છે. ખરેખર આવા લોકોની વાણી સાર્થક છે. માટે વેદ કહે છે. લ્લલૃદ્વ્ પ્ખ્ત્છ ।ઙ્ખપ્ હ્ર્ેંર્ંદ્ય્ ।્ખ્ત ળળ'

જેમની વાણી મહત્વની માન્ય અને પ્રશંસનીય છે. તેઓ પોતાની વાણીને કારણે કોઈને હાનિ ન થઈ જાય તે માટે સદાય ને માટે સાવધાન રહે છે.'' તલવારના ઘા રુઝાય પણ કડવી વાણી નાં ઘા રુઝાતા નથી.

અથર્વવેદમાં પણ એક સુંદર વાણીને લગતો મંત્ર છે.

ેંર્દ્રંરશ્રશ્ન્પ્ હ્ય્ટમખ્ત હ્રષ્ઢ, ેંર્દ્રંશ્ન્હ્રહલ્ખ્ત હ્રષ્હલ્દ્વહ્રશ્ર ળ

હ્રહ્રર્ખ્તં ઉંણ્શ્ન્િં્ખ્ત હ્રદ્ય ેંટ્ટત્ખ્ત ઢિંક્પ્ેંિં ળળ

અથર્વવેદ ૧-૩૪-૨

'' મારી જીભનાં અગ્રભાગ માં માધુર્ય રહો અને અમારી જીભનાં મૂળમાં પણ માધુર્ય રહો, હે મઘુલક-લતા તમે અમારા કર્મોમાં રહો અને મારા ચિત્તમાં પણ રહો ઃ 

અહીં ઋષિ મઘુલક નામની એક વેલને ઉદેશી ને આ મંત્ર-વાણી ઉચ્ચારે છે. આ મઘુલક-લતા તેના નામ પ્રમાણે ખુબ મઘુર છે. તેનો સ્વાદ મઘુર છે.તેના ફુલોની સુગંધ પણ મઘુર છે અને તેની દેહયષ્ટી (સાડીનો દેખાવ પણ મઘુર,રુચિષ્કર,સુંદર છે.આવી સ્વભાવ મઘુર મઘુલક-લતા (વેલી) પાસે ઋષિ માઘુર્યની માગણી કરે છે.

ઋષિ આ મંત્રમાં એવી અભિલાષા વ્યક્ત કરે છે કે તેમની જીભના મૂળમાં માધુર્ય હોય અને અગ્રભાગ પણ માધુુર્ય હોય, માત્ર અગ્રભાગમાં જ નહિ,મૂળગામી માધુુર્યની માંગણી કરે છે. હ્ય્દયમાં માઘુર્ય હોય અને જીભમાં તથા વ્યવહારમાં માઘુર્ય પ્રગટે તે જ સાચુ માઘુર્ય છે. ઋષિ અહીં સાચા માઘુર્યભાવની માગણી કરે છે.

આગળ માંગે છે કે કર્મોમાં માઘુર્ય અને મનમાં પણ માઘુર્યભાવ અર્થાત અંદર અને બહાર માઘુર્ય-દંભી ભર્યુ માઘુર્ય કે ઉપરછલું માઘુર્ય નહીં પણ સાચુ માઘુર્ય ।

ભાગવત ની બાલપ્રબોઘિની ટીકામાં એક શ્લોક છે.

િંેપ્છશ્મઢપ્ણ ેંરૂમપ્છશ્મઢપ્ણ દ્ય ષ્હહ્ર્ણ િંેપ્હ્રશ્રંેંરૂમપ્હ્ર ળ

ેંરૂમપ્છ ટ્ટ દ્ય્દ્યરૂણ શ્મહપ્્ન્ખ્ત ષ્હ્રી દ્ય્ણિંદ્યઃ ળળ   હ્રદ્યઢગ્દહ્રરૂેંણ

સત્ય બોલવું પણ પ્રિયલાગે તેવું બોલવું અપ્રિય લાગે તેવું  સત્ય ન બોલવું આ વાણીનું તપ છે. વાણી જે પીડાને નિમિત્ત બની જાય તે સત્ય નથી રહેતી,સર્વ પ્રાણીઓના ઉપકાર માટે વાણીનો ઉપયોગ કરાય છે. જેથી વાણીનું વ્યવહાર માં ખુબ જ મહત્વ રહેલું છે.

આમ બોલવામાં-વચન વિવેકનીે ખાસ જરૂર પડે છે,શબ્દની ધાર એક છરી કરતા વઘુ ઘાતક છે.અને શબ્દનો મલમ ગમે તેટલા ઉંડા ઘાને રૂજાવી દે છે. શબ્દ મારક છે,શબ્દ તારક પણ છે,શબ્દ સંજીવની છે,શબ્દ ગાળ પણ છે,શબ્દ આર્શિવાદ પણ છે,શબ્દ મંત્ર પણ છે,શબ્દ શ્રાપ પણ છે,શબ્દ સાંધી શકે છે,શબ્દ બાંધી શકે છે, પ્રત્યેક શબ્દ સિધ્ધ કરવો પડે,શુધ્ધ કરવો પડે,અને શબ્દ શુદ્ધ કરવાની કળા માણસને સફળતાના શિખરે પહોંચાડી શકે.કડવા માં કડવી વાત પણ કોઈને વાગે નહીં તેમ કહી શકાય અને કોઈની પ્રશંસા પણ થઈ શકે અને કોઈની નિંદા પણ થઈ શકે.

શબ્દની સાઘના કરવાથી માણસને રડાવી શકાય,હસાવી શકાય,જગાવી શકાય,સુવરાવી શકાય,પ્રત્યેક શબ્દ એક મંત્ર છે. શબ્દ બ્રહ્મ છે. ને શબ્દ ભ્રમ પણ છે, તે કોણ વાપરે અને કયારે વાપરે તે મહત્વ નું છે,શબ્દનો અર્થ હોય છે. અને અનર્થ પણ હોય છે.આપણી અભિવ્યક્તિ ને અસર કારક બનાવવા વાણીવિવેક શીખવો જોઈએ.

સમ-આચાર શબ્દથી સમાચાર શબ્દ બન્યો છે.બોલવાનું છે ત્યાં જરૂર સારી રીતે વિવેક પૂર્ણ બોલી છે. અને જયાં ન બોલવાનું હોય ત્યાં મૌન રહીએ (સંફળતાના બીજમાંથી) ન બોલવું કરતા શુભ બોલવું વધારે હિતાવહ છે.આજ વાણીનું સાચુ તપ છે. 

Gujarat
English
Magazines