For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સંત શ્રી કબીરનાં દોહામાં પરમાત્માનું સ્વરૂપ....

Updated: Jun 23rd, 2021


ભા રત વર્ષની આ પાવનભૂમિ પર યુગોથી અનેક દિવ્ય આત્માઓ જન્મ લેતા રહ્યા છે, આ જ્યોતિધરોએ પોતાના આયખા દરમિયાન માનવજાતનાં કલ્યાણ માટે અને તેમનાં ઉત્થાન માટે મોટો પુરુષાર્થ કર્યો. એમનું પરમધ્યેય હતું પરમાત્મા અને તેમણે સર્જેલા જગતને સમજવાનું.

આવા જ એક મહાનસંત શ્રી કબીરદાસજી કેટલાક વર્ષો પહેલાં કાશીમાં થઈ ગયા. તેઓએ પોતાની યુવાવસ્થામાં કોઈ મોટી વિદ્યાપીઠમાં શિક્ષણ લીધું નતું. પણ તેઓએ માત્ર અંતઃ ચેતનાથી, ત્યાંથી લોકગીત શૈલીમાં સુંદર, સરસ ભજનો અને દોહાઓની રચના કરેલી. જેનાં દ્વારા લોકોને ધર્મ-અધ્યાત્મનો જ્ઞાાન બોધ આપ્યો. સરળ, સીધી લોક ભોગ્ય ભાષા, સચોટ શબ્દો તથા રોજબરોજના જીવનને સ્પર્શતા મુદ્દાઓ આ બધી ખાસ વિશેષતા કબીરજીનાં દોહામાં હતી. આ બધાને લીધે લોકોમાં ધર્મ-અધ્યાત્મનાં ગૂઢ રહસ્યોને સમજવામાં સરળતા રહેતી. અનેક સદીઓ વીતી ગઈ, હજુ આજે પણ સંત કબીરજીએ રચેલા દોહાઓ ખૂબ લોકપ્રિય છે.

કબીરજીએ પોતાનાં દોહામાં પરમાત્માનું અનોખું સ્વરૂપ રજુ કર્યું છે, તેમનાં અનુસાર,'પ્પઅંડ, બ્રહ્મઅંડ, દાડી જે કથીએ, કહે કબીર સાઈ.

અર્થાત ઃ નથી પરમાત્મા નિર્ગુણ કે નથી સગુણ- પરમાત્મા પીંડ સ્વરૂપ નથી કે નથી એ બ્રહ્માંડમય. પરમાત્મા આ બધાથી કંઈક વિશેષ છે. તેનાથી પાર પણ છે. કબીરદાસજી આગળ કહે છે, વાસ્તવમાં જે કંઈ છે, તે હરિજ છે. હરિ એ જે પણ કંઈ અનુભૂતિ કરાવી, તેમાં સઘળું આવી ગયું. જેને આવો અનુભવ થશે, તેને કોઈને કંઈ કહેવાપણું રહેશે નહીં. તે તો ઉંડા મૌનમાં ઉતરી જશે. આવી 'સઘન શૂન્યતા'માં કદાચ પરમાત્માનો ભેટો થઈ શકે.

'ગૂંગે કેરી સરકરા, ખાઈ ઔર મુશ્કુરાઈ.'

જાણે કે મૂંગાએ સાકર ખાધી, પણ એ શું બોલે ? એણે સાકર ખાધીને ખુશ થયો. ગૂંગી વ્યક્તિ સાકરનાં મીઠા સ્વાદનું વર્ણન કેવી રીતે કરી શકે ? આવું જ પરમાત્માની પરમ અનુભૂતિનું છે, જેનું શબ્દોમાં વર્ણન કરવાનું શક્ય નથી.

'નાતિ સરુપ વરન નહિ જાકે,

ઘટી ઘટી રહ્યો સમાય.'

અહીં કબીર સાહેબ જણાવે છે રૂપ અને આકારની પાર સંસાર સમાપ્ત થઈ જાય છે. આ સંસારની સીમા માત્ર બાહ્ય આવરણ સુધી જ સીમિત છે. જ્યાં સંસારનો પ્રદેશ પુરો થાય છે, ત્યાંથી જ પરમાત્માનું રાજય શરૂ થતું હોય છે.

કેમકે પરમાત્માનું નથી કોઈ ચોક્કસ રુપ કે નથી કોઈ આકાર. શબ્દો કે અક્ષરો તો આ સંસાર માટેની ભાષા છે. પરમાત્મા તો નિરાકાર છે, તેમનું શબ્દોમાં વર્ણન કઈ રીતે કરી શકાય ? 

Gujarat