સ્વામી વિવેકાનંદજીનો વિશ્વ ઉપર પડેલો 'પ્રભાવ-પ્રકાશ'

Updated: Jan 18th, 2023


પાશ્ચાત્ય પ્રજાઓના સંસ્કારી માનસમાં, હિંદુ તત્ત્વજ્ઞાાનનાં બીજ વાવનાર તરીકે. સમગ્ર જગતની દૃષ્ટિ આજે આધ્યાત્મિક પોષણ માટે ભારતભૂમિ તરફ વળી છે. તેના પ્રેરક તરીકે.

ભારતીય પ્રજાના હાર્દિક સ્નેહથી સર્વોત્તમ આદર પ્રાપ્ત કરનાર તરીકે, મહાન આધ્યાત્મિક નેતા તરીકે, ભારતને આધ્યાત્મિકતાના ચિર વિસ્મૃત સંદેશનું પુન:સ્મરણ કરનાર તરીકે, અસાધારણ કુશળતા, અપાર-ઉત્સાહ અને ખંતથી ભરપુર વ્યક્તિત્વ ધરાવનાર તરીકે.

યુગમાન્ય ઉચ્ચધર્મની આંતરિક ગુણવત્તા અને શ્રેષ્ઠતાની પશ્ચિમના મહાન પંડિતોને પ્રતીતિ કરાવવાના પ્રશંસનીય પ્રયાસોમાં, વિજયકલગી પ્રાપ્ત કરનાર તરીકે. ભારતના આધ્યાત્મિક ગૌરવનો કીર્તિધ્વજ યુરોપ અને અમેરિકાની ધનાઢયભૂમિ ઉપર રોપનાર તરીકે.

આચરણ અને ઉપદેશ, બંને દ્વારા, 'વિશ્વભ્રાતૃત્વની' શક્યતા દર્શાવનાર તરીકે.

ભારતનાં ઉદાસીન પુત્રો-પુત્રીઓમાં પોતાના ગૌરવવંતા પૂર્વજોના ધર્મની મહત્તા દર્શાવવા, તેનો અનુભવ કરાવવા, પરમ પુરુષાર્થ કરનાર તરીકે.

વૈદિક સાહિત્યમાં રહેલાં પવિત્ર સત્યોની ઉદાર વ્યાખ્યા દ્વારા, સનાતન હિંદુ ધર્મની વિરુધ્ધ, પશ્ચિમના વિદ્વાનોના મનમાં બંધાયેલા પૂર્વગ્રહોને દૂર કરનાર તરીકે.

એમના ભવ્ય બાહ્ય વ્યક્તિત્વનો આકર્ષક 'પ્રભાવ પ્રકાશ' હતો. 'ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો 'એવી સિંહગર્જના કરી સુપ્ત ચેતનાને જગાડનાર તરીકે, દિવ્યભાવથી ઝળહળતો સમગ્ર ચહેરો.. હિંમત વિશ્વાસ.. શ્રદ્ધાથી ભરીભરી, પ્રભાવિત કરતી આંખો.. સંયમ અને વિવેકથી આપેલા હોઠ.. અભય અને ગૌરવથી શોભતું નાક.. અને જ્ઞાાનમાં કિરણો વેરતું લલાટ.. આવું ઝળહળ બાહ્ય વ્યક્તિત્વ ધરાવનાર તરીકે..

ભોગપ્રધાન પાશ્ચાત્ય જડવાદ ભારતીય ધર્મની દૃઢ માન્યતાઓમાં જબ્બર પગપેસારો કરી રહ્યો હતો. તે વખતે વિવેકાનંદના આગમને ભારતીય અધ્યાત્મક્ષેત્રે નવયુગનાં મંડાણ કર્યા.

૧૮૯૩માં અમેરિકાના શિકાગોમાં ભરાયેલ વિશ્વધર્મપરિષદમાં એકત્ર થયેલ ભિન્ન ભિન્ન. ધર્મોના અનુયાયી વચ્ચે ભારતીય દર્શનનો વિજયધ્વજ ફરકાવવામાં હૃદયની વિશાળતાથી શક્તિમાન બનનાર તરીકે.

વિષય-ભોગ તરફ પ્રેરનારાં દુન્યવીબંધનો- આસક્તિઓ ત્યાગીને, અન્યને માટે જીવવાના ઉમદા કર્તવ્યમાં, માનવજાતની આધ્યાત્મિક ઉન્નતિ સાધવાના પ્રયાસમાં સુયોગ્ય રીતે 'સંન્યાસીપદ'ને શોભાવનાર તરીકે.

સનાતન હિંદુધર્મ પાસે ગરીબ-પીડિત-શોષિતને શાંતિ, આશ્વાસન આપવાનું સામર્થ્ય ધરાવનાર ઉચ્ચ તત્ત્વ દર્શન છે, એવું સાબિત કરનાર તરીકે.

શક્તિ.. સામર્થ્ય અને ઉપયોગિતાભર્યું ઉમદાજીવન, જીવનાર તરીકે.

ભારતના સનાતન ધર્મના પ્રકાશ અને શાંતિ પ્રેરક પ્રાચીન ઉપદેશોના સંદેશવાહક તરીકે.

સરળતા, નિખાલસતા, ચારિત્ર્ય, પરોપકાર, કઠોરતપ, પવિત્ર આચરણ અને જ્ઞાાનના ઉપદેશથી જગતભરમાં નિષ્કલંક કીર્તિ પ્રાપ્ત કરનાર તરીકે.

વર્તમાન પેઢીને જગતના ઇતિહાસમાં એક નવા યુગનો આરંભ નિહાળવાનું સૌભાગ્ય આપનાર તરીકે.

ઉત્તિષ્ઠત.. જાગૃત... પ્રાપ્યવરાન્નિ બોધત.. એવી વીર ગતિથી દેશને જગાડવા ચેતનવંતો અમરમંત્ર આપનાર તરીકે.

પુનરુત્થાનને પંથે પુરુષાર્થ કરતા ભારતને શક્તિ અને સામર્થ્યનો પ્રેરક સંદેશ આપનાર તરીકે.

દેશ અને દુનિયાને સામાજિક, નૈતિક, અને આધ્યાત્મિક દરેક રીતે બળવાન અને આત્મશ્રધ્ધાસંપન્ન પ્રાણવાન સાહિત્ય આપનાર તરીકે.

- લાભુભાઈ ર.પંડયા

    Sports

    RECENT NEWS