For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પ્રભુ પાસે બેસો .

Updated: Nov 23rd, 2022

Article Content Image

જેમ એક દીકરો

પોતાની માં પાસે બેસે.

કોઈ માંગણી નહિ,

ફરિયાદ નહિ,

વાયદાઓ નહિ,

ઈચ્છાઓ નહિ,

અપેક્ષાઓ નહિ.

પ્રભુ પાસે બેસો

તેમને પૂછો,

તમે ખુશ છો,

મારુ જીવન જોઈને ?

શું હું તમને ગમે

તેવું જીવન જીવું છું ?

હોંશિયાર નહિ,

સહજ બનો,

ચતુર નહિ,

સરળ બનો.

પ્રભુ પાસે બેસો

દિલ ખોલીને બેસો

પોતાના દુર્ગુણો

સમાજ પાસે ભલે છુપાવો,

પણ ભગવાન પાસે ન છુપાવો,

જેવા છો

તેવા જ બનીને બેસો.

પ્રભુ પાસે બેસો

રોવું આવે તો રડી લો,

હસવું આવે તો હસી લો,

કંઈ ના સમજાય

તો ચૂપચાપ બેસો,

પણ એક વાર

ભગવાન પાસે બેસો.

મંદિરે જઈને, તીર્થસ્થળે જઈને

પણ કયાં ભગવાન પાસે

બેસીએ છીએ ?

આપણે મંદિર અને તીર્થસ્થળે પણ

પતિ, પત્ની, ભાઈ, કાકા, કાકી,

ફૈબા, માસા કે મિત્ર પાસે જ

બેસીએ છીએ.

બહુ થયું હવે કોઈ નહિ, હવે,

પ્રભુ પાસે બેસો

પ્રભુ પાસે બેસો

ખૂબ દોડયા,

હવે જરા અમથું થોભીએ.

ખૂબ જોયું બહાર

હવે થોડું ભીતર ડોકિયું કરીએ.

આંગળીયું પકડી

ક્યાં આવ્યા તા કોઈની,

તે ભૂલા પડવાથી હવે ડરીએ...!

મારગ ને પગલાંને

મોજ પડી જાય એમ,

આપણે તો આપણામાં ફરીએ!

બસ, પ્રભુ પાસે બેસો.

Gujarat