- ।। શ્રીકૃષ્ણ ઉવાચ ।। - ગૌતમ પટેલ
મ હાભારતના ઉદ્યોગપર્વનો ૭૦મો અધ્યાય પ્રમાણમાં ફક્ત ૧૫ શ્લોકનો જ છે છતાં એમાં જે માહિતી ભગવાન શ્રીકૃષ્ણ માટે પ્રાપ્ત થાય છે તે અન્યત્ર મળવી દુર્લભ છે. પહેલા શ્લોકમાં ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે અને સંજય શ્રીકૃષ્ણ નામ, કર્મ વગેરે સમજાવે છે. આપણે શ્રીકૃષ્ણના વાસુદેવ, માધવ, મધુસૂદન અને કૃષ્ણ એ નામોનો જે અર્થ સંજયે કર્યો અને આદિશંકરાચાર્ય કે સ્વામી ગંગેશ્વરાનંદજીએ એ નામો સમજાવવા એ જોયું. હવે પછીનું નામ છે હવે પુંડરીક નામ સમજાવે છે.
ક્ઢઙ્ખધઝફદ્વછ ક્ઝછ ષ્હ્ર ેંદ્યેપ્હ્રઢ્ઢ્પ્હ્રઝ્રપ્પ્હ્રશ્ર ળ
ણઙ્શ્ન્શ્ન્ણશ્ર ક્ઢઙ્ખધઝફદ્વ્ઢ્ઢ્ખ્ત ગ્દપ્ઢ્ર્િં્શ્ર દ્રદ્ય્ીદ્ય ળળ
મહા.ઉદ્યોગ. ૭૦-૬
નિત્ય, અક્ષય અને અવ્યય એવું પરંધામ પુંડરીક છે અને તેના સદ્ભાવને કારણે એ પુંડરીકાક્ષ કહેવાય છે. વળી દસ્યુઓને ત્રાસ આપનાર હોવાથી એ જનાર્દન છે. આમ અહીં પુંડરીકાક્ષ અને જર્નાદન એમ બે નામો ભગવાનના છે તે સમજાવ્યા છે.
વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર (શ્લોક-૨૫)માં હ્ય્હ્ર્ખ્તઠ્ઠઃ ક્ઢઙ્ખધઝફદ્વ્ઢ્ઢ્ઃ આવે છે ત્યાં પુંડરીકાક્ષ શબ્દ સમજાવતાં આદિ શંકરાચાર્ય લખે છે .પ્ગ્દપ્રછ ક્ઢઙ્ખધઝફદ્વહ્રૈથ્ઢણખ્ત ઝ્રપ્રૂથ્ખ્તેંણ ણ્ર્ખ્તક્લ્ઋઢ્ઢ્ણ લૃેંણ ક્ઢઙ્ખધઝફદ્વ્ઢ્ઢ્ઃ 'પ્ેક્ઢઙ્ખધઝફદ્વછ ક્ઢઝહ્રદ્મપ્છિંગ્દપ્રહ્રશ્ર' લૃેંણ જ્ઞઢણદ્ધ ળ ક્ઢઙ્ખધઝફદ્વ્દ્વ્ઝખ્ત જીગ્ખ્ત હ્ય્ઋઢ્ઢ્દૃફ હ્ય્ગ્દપ્ખ્તેંણ શ્ન્ ળ હૃદયમાં રહેલા પુંડરીક એટલે કમળને વ્યાપ્ત છે, ત્યાં એ ઉપસ્થિત થાય છે તે પુંડરીકાક્ષ છે. જે હૃદયરૂપી પુંડરીક પુર (શરીર)માં રહેલો છે એવી શ્રુતિ છે. અથવા કમળના આકારના જેના બન્ને નેત્રો છે તે પુંડરીક છે.
વાસ્તવમાં પ્રભુના નેત્રોની રમણીયતા ઉપર અનેક કવિઓ વારિ ગયા છે. મંદ મંદ મુસ્કાન અને મદસભર નેત્ર એ કનૈયાની આગવી પહેચાન છે. શ્લોક નહીં શતક લખી શકાય તેવી માદક્તા આપણને આકર્ષે છે.
ભગવાન જનાર્દન છે કારણ ગ્દપ્ઢ્ર્િં્શ્ર - દસ્યુ- દુષ્ટજનોને ત્રાસ આપે છે માટે એ જનાર્દન છે. જનાર્દનમાં હ્ય્ીેંણ-ક્ફધપ્ેંણ ધાતુનો સમાવેશ છે. ભગવાન દુષ્ટોના દલન માટે અવતરે છે એટલે દુષ્ટજનોને જ પીડે છે. ભક્તોને આનંદ પણ આપે છે માટે જનાર્દન છે. આ વિશેષ નામના અનેક અર્થો છે. જેમકે -
(૧) દ્રદ્ય્દ્યશ્ર ઢદ્રીદ્ય્દ્યશ્ર હ્ય્ીક્ેંણ ેંર્ંદ્યઋગ્દણ, દ્યઝદ્વ્ફદ્ય ।હ્રપ્ેંણ લૃેંણ શ્ન્ દ્રદ્ય્ીદ્યઃ - લોકોને એટલે દુર્જનોને પીડે છે. હણે છે, નરકે પહોંચાડી દે છે માટે એ જનાર્દન છે.
(૨) દ્રદ્યૅ ક્ઢખ્ીહ્રઈંપ્ઢપ્ેંદ્યઃજ્ઞખ્તપ્લ્ઢ્ઢ્દિંૃછ પ્ડપ્ણખ્ત લૃેંણ દ્રદ્ય્દ્યીદ્યઃ - લોકો દ્વારા અભ્યુદય (આ શ્લોકમાં ઉન્નતિ) અને નિઃશ્રેયસ (પરમ કલ્યાણ-મોક્ષ)રૂપી પુરુષાર્થની સિદ્ધિ માટે જેની યાચના કરાય છે એ જર્નાદન છે. એની પૂજા વાસ્તવમાં ઉભયલોક
સાધિકા છે.
(૩) સ્વામી ગંગેશ્વરાનંદજી મહારાજ ગીતામંદાકિનીમાં આ પ્રભુના અત્યંત પ્રચલિત નામને અનેક રીતે સમજાવે છે. જન એટલે સમુદ્રમાં રહેનારા લોકોનો નાશ કરે છે માટે જનાર્દન છે (હ્ય્ી ેંર્ંછિં્પ્હ્રશ્ર - ૧૮૨૯.મુ.ઉ.)
(૪) લોકો વડે યાચના કરાય છે. માટે જનાર્દન (હ્ય્ી ।ણ્દ્બ પ્ટ્ટદ્યખ્ત ટ્ટ. ૫૫, ભાગ. ૫) લોકો ભગવાન પાસે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એવા ચાર પુરુષાર્થોની યાચના કરે છે.
(૫) લોકો એટલે ભક્તોના જન્મનો નાશ કરી મુક્તિ આપે છે માટે જનાર્દન છે.
(૬) બ્રહ્મા અને શિવસ્વરૂપ એવા એ મહાવિષ્ણુ છે માટે જનાર્દન
કહેવાય છે.
(૭) લોકોની પાસે તેમના રક્ષણ માટે પહોંચી જાય છે (દ્રદ્ય ।ણ્દ્બ)) માટે જનાર્દન છે.
(૮) ભગવદ્ ગીતાની શંકરાનંદી ટીકામાં આવે છે કે જન એટલે જન્મનું કારણ તે અજ્ઞાાન અને તેને પોતાનો સાક્ષાત્કાર કરાવી નષ્ટ કરે છે માટે એ જનાર્દન છે. જે કહો તે પ્રભુ પોતાના જનોને સતત પ્રસન્ન રાખે છે અને દુષ્ટોનો નાશ કરે છે. આ ગુણનો ઉજાગર કરતો જનાર્દન શબ્દ લોકમાં અત્યંત પ્રચલિત છે.
આ પછી સાત્વત એવા ભગવાનના નામને સંજય સમજાવતાં કહે છે કે એ ક્યારે સત્ત્વમાંથી ચ્યુત થતા નથી, ડરી જતા નથી વળી ક્યારે સત્ત્વ એમનામાંથી ઓછું થતું નથી. માટે એ સાવિત છે. ગોપીગીત (ભા.પુ.૧૦-૩૧-૪)માં િં્ેશ્નણ્છ દ્વઢલ્ખ્ત - ભગવાન સાત્વતોના કુળમાં જન્મ્યા છે એવું આવે છે. સાત્વત એ યાદવોના એક કુળનું નામ છે અને ભગવાન એમાં જન્મ્યા હતા. અહીં ટીકાકારો ભગવાનને સાત્વતોના પતિ કહ્યા એટલે અર્થ કરે છે. સાવિતો એટલે ભક્તોના એ (ક્ેંણ-ક્ેંણ) રક્ષણ કરે છે એવો અર્થ ઘટાવે છે. સહુમાં મહાભારતનો અર્થ રમણીય છે કારણ એ પ્રભુના અચ્યુત ગુણને ઉજાગર કરે છે.
આ પછી સંજય ભગવાનના અજઃ નામને સમજાવે છે કે દ્ર્પ્ણખ્ત - - જે જન્મતા નથી માટે અજ છે. વિષ્ણુસહસ્ત્રનામસ્તોત્ર (શ્લોક ૨૪)ની વ્યાખ્યામાં શંકરાચાર્ય આ જ અથ કહે છે અને એના સમર્થનમાં શ્રુતિ-વેદવાકય ટાંકે છે કે દ્ય દ્ર્ણ્ખ્ત દ્ય દ્રેંદ્યડ્ઢપ્ણખ્ત (૭-૩૨-૨૩) વળી મહાભારત પણ ઉદ્ધૃત કરે છે કે દ્યેંર્ં દ્ર્ણ્ખ્ત દ્ય દ્ર્પ્ખ્તંર્ંછ દ્ય દ્રેંદ્યડ્ઢપ્ખ્ત દ્વપ્પ્દ્ય ળ ઢ્ઢ્ખ્ત્ર્પ્ત્ઃ શ્નિંીગ્હણ્દ્ય્છ ણગ્દહ્ર્પ્ઝહ્રદ્રઃ ગ્દહ્રરૂણઃ ળ હું ક્યારેય જન્મ્યો નથી, જન્મતો નથી અને ક્યારે જન્મ લેવાનો નથી. હું સર્વક્ષેત્રોનો જાણકાર છું માટે અજ કહેવાઉં છું. આ ભગવાનનું પોતાનું વાકય મહાભારતમાં છે.
અહીં સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય કે આપણે રામનવમી કે કૃષ્ણાષ્ટમી ભગવાનના જન્મદિન તરીકે ધામધૂમથી ઉજવીએ છીએ અને છતાં એમને અજ- નહીં જન્મનાર કહીએ છીએ. આ તો વિરોધાભાસ થયો ન કહેવાય ? પણ એવું નથી. આનો ખુલાસો ભગવાને પોતે જ ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયમાં અવતારનો સિદ્ધાન્ત દર્શાવતાં કર્યો છે.
હ્ય્દ્ર્ખ્તંેંક્ વ્થ્ઝ્રિંપ્પ્ેહ્ર્ ગ્હણ્દ્ય્હ્રફૈશ્નઝ્ખ્તંેંક્ દ્યિંશ્ર ળ
રૂમદ્વરૂેંણછ ગ્દશ્ન્હ્રેંષ્ડ્ઢક્ર્પ્ ગ્શ્ન્ઈંપ્ેહ્રહ્ર્પ્પ્ ળળ
- ભ.ગી.૪-૬
હું અજ હોવા છતાં, અવ્યય આત્મા હોવા છતાં અને પ્રાણીમાત્રનો ઈશ્વર હોવા છતાં મારી પોતાની પ્રવૃતિ પર અધિષ્ઠિત થઈને (એને મારે વશ રાખીને મારી પોતાની માયાથી છિંગ્શ્ન્ેંહ્ર - સારી રીતે પોતાની જાતનું સર્જન કરું છું. અહીં એકેએક શબ્દો અત્યંત અગત્યના છે. પોતે અજ એટલે ક્યારેય એમનામાં કોઈ વ્યય થતો નથી ઘટતા નથી. ઓછાવત્તા થતા નથી અને પ્રાણીમાત્રના ઈશ્વર એટલે સર્વોત્તમ શાસક છે. છતાં પોતે પોતાની માયાનો આશ્રય લઈને પોતાની જાતને પેદા કરે છે. આની સામે આપણે બધા જીવો જન્મ ધારણ કરીએ છીએ અને જન્મીએ એટલે મરીએ છીએ 'જન્મ્યો એ તો જરૂર જવાનો' આ સિદ્ધાન્ત આપણને લાગુ પડે છે. આપણે આપણા કર્મો અનુસાર જન્મ લઈએ છીએ. આપણે કર્મને અધીન છીએ વશ છીએ અને આપણી પ્રવૃતિને વશ થઈને જન્મ લઈએ છીએ. ભગવાન તો પ્રવૃતિ ઉપર અધિષ્ઠિત થઈને પોતાની માયાનો આધાર લઈને પૃથ્વી પર પધારે છે એ એની વિશેષતા છે.
આને બરાબર સમજીએ જેલમાં આપણે આપણા કર્મોની સજા ભોગવવા માટે પૂરાયા છીએ. રાજા એ જેલમાં આવે છે. એ બધાની ખબરઅંતર પૂછે છે, ઈચ્છાથી આવે છે. એ સ્વતંત્ર છે, આવે છે અને જાય છે. પણ આપણે તો જેલમાંથી બહાર જવા રાજાની જેમ સ્વતંત્ર નથી. આપણને કર્મનું બંધન છે. ઈશ્વર કર્મના બંધનથી પર છે. આથી માતાના ગર્ભમાં નવ મહિના દુઃખ ભોગવવાનું વગેરે ક્રિયાઓ આપણા માટે અનિવાર્ય છે. ભગવાન તો 'નિજ ઈચ્છા નિર્મિત તનુ' - પોતાની ઈચ્છાથી જ પોતાના દેહનું નિર્માણ કરતો હોવાથી સર્વતંત્ર સ્વતંત્ર છે. આ ભાવ દર્શાવતો એક મઝાનો શ્લોક છે.
દ્વ્ઝ્છ પ્પ્ર્ ।ડરુેંણ ગ્હેંહ્રક્લ્ખ્ત
ંખ્તણઢીપ્ ણ્ર્ દ્ય દ્વહ્રીદ્ધવ્ષ્છ ળ
ચશ્નછ ટ્ટ શ્નિંહૃૈશ્નઝખ્તશ્નખ્તશ્ન્ખ્ત
પ્શ્નણ્ઝ્ખ્ત દ્ય ટ્ટ દ્વહ્રીણવ્ર્ઃ ળળ
જેમ કોઈ રાજા જેલમાં જાય તો ત્યાં એને એના કર્મના બંધનને કારણે જતો નથી પણ દયા લાવી કેદીઓની દશા જોવા જાય છે. તેવી જ રીતે સર્વેશ્વર દેવોના પણ દેવ ભગવાન નંદનંદન કોટિકંદર્યલાવણ્યપૂર્ણ પરમેશ્વર દયાના અવતાર બનીને આ જગતમાં પધારે છે. એ કોઈ કર્મના તંત્રને અધીન થઈને નહીં.


