રત્નમાળામાંથી વિખરાયેલા મોતી
- સાહેબ, મનમાં મનનું રાખતા નહીં, તક મળે ત્યાં સત્ય મધૂર બોલી દેજો, ગૂંચ પડવાની રાહ જોતા નહીં અને ગાંઠ પડે ત્યાં નવા વર્ષમાં સમાધાન કરી લે.
- જેમ બંને પાંખોથી પક્ષીનું આકાશમાં ઊડવું સ્વતંત્ર સંભવ બને છે, તે જ પ્રમાણે જ્ઞાન અને નિષ્કામ કર્મ બંનેથી પરમ પદની પ્રાપ્તિ થાય છે.
- યથા સમયે કરેલું અલ્પ કાર્ય બહુ જ ઉપકારી બને છે અને સમય વીતી ગયા પછી બહુ ઉપકારી કાર્ય પણ વ્યર્થ બની જાય છે.
- પુરુષાર્થ વિના આત્મકલ્યાણ થતું નથી. જે લોકો પુરુષાર્થનો ત્યાગ કરીને માત્ર દૈવભાગ્યને ભરોસે બેસી રહે છે તે આળસુ મનુષ્યો સ્વયં પોતાના
શત્રુ છે.
- સંતોષ, સત્સંગતિ, સત્વિચાર અને શમ આ ચારેય મનુષ્યોને માટે ભવસાગરથી તરવાના સાધન છે.
- સંસારના સંબંધો સાચવવા હશે તો આંધળુ, મૂંગૂં અને બહેરૂં બનવું
પડે છે.
- પુરુષાર્થ વિના આત્મકલ્યાણ થતું નથી. જે લોકો પુરુષાર્થનો ત્યાગ કરીને માત્ર દૈવભાગ્યને ભરોસે બેસી રહે છે તે આળસુ મનુષ્યો સ્વયં પોતાના
શત્રુ છે.
- વસંત આઈ. સોની