For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મોદીએ યેદુરપ્પા સાથે રાહુલની યાત્રાની ચર્ચા કરી

Updated: Jan 20th, 2023

Article Content Image

- મોદીએ યેદુરપ્પા સાથે રાહુલની યાત્રાની ચર્ચા કરી

નવીદિલ્હી: કર્ણાટકમાં ચાર મહિના પછી વિધાનસભાની ચૂંટણી છે ત્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈ સહિત આખા મંત્રીમંડળને રવાના કરી દેશે એવી અટકળો તેજ બની છે. ભાજપનાં સૂત્રોનું કહેવું છે કે, આ વાત ખોટી છે અને બોમ્માઈના નેતૃત્વમાં જ ચૂંટણી લડાશે.

ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં નરેન્દ્ર મોદી અને બી. એસ. યેદિયુરપ્પા વચ્ચેની ૧૫ મિનિટ સુધી થતાં આ અટકળો શરૂ થઈ હતી. સૂત્રોનું કહેવું છે કે, આ બેઠકમાં મોદીએ યેદુરપ્પા સાથે ભાજપને ફરી જીતાડવા શું કરવું એ અંગે ચર્ચા કરી હતી.

કર્ણાટકમાં ભાજપના ચૂંટણી પ્રચારની કમાન અમિત શાહના હાથમાં છે. શાહ અને યેદુરપ્પા વચ્ચેની નિકટતા જાણીતી છે. શાહે ભાજપ માટે ૨૨૪ સભ્યોની વિધાનસભામાં ૧૩૬ બેઠકો જીતવાનું લક્ષ્ય નક્કી કર્યું છે પણ તેન માટે ભાજપે મથવું પડશે.

રાહુલની ભારત જોડો યાત્રાને કર્ણાટકમાં સારો પ્રતિસાદ મળ્યો હતો. મોદીએ યેદુરપ્પા સાથે આ યાત્રાની શું અસર થશે એ અંગે ચર્ચા કરી હોવાનો પણ દાવો થઈ રહ્યો છે.

વૃંદાવનમાં વિરોધ થતાં યોગીએ હેમા માલિનીને દોડાવ્યાં 

મથુરાના વૃંદાવનમાં આવેલા બાંકે બિહારી મંદિર સંકુલનું વિસ્તરણ કરીને કોરિડોર બનાવવાની શરૂઆત કરાઈ તેની સામે વિરોધ શરૂ થયો છે. કાશી વિશ્વનાથ ધામ જેવો કોરિડોર બનાવવા માટે મંદિરની આસપાસ પાંચ એકરની જમીન સંપાદન કરાશે.

આશરે ૩૦૦ મંદિર અને નિવાસ બનાવવા માટે ૨૦૦થી વધુ મકાનો અને દુકાનો દૂર કરાશે તેથી વિરોધ શરૂ થયો છે. જેમની દુકાનો અને ઘર જવાનાં છે એ લોકોએ સુપ્રીમ કોર્ટમા તો અરજી કરી જ છે પણ રસ્તા પર પણ ઉતર્યાં છે. લોકોનો આક્ષેપ છે કે, ધંધો કરવા માટે વૃંદાવનના મૂળ સ્વરૂપ સાથે રમત કરવામાં આવી રહી છે. લોકોએ વિરોધમાં ૩૬ કલાક સુધી બજાર બંધ રાખીને આ પ્રોજેક્ટ બંધ કરાવવા યોગી આદિત્યનાથને લોહીથી પત્રો લખ્યા છે.

યોગીના ફરમાનના પગલે મથુરાનાં સાંસદ હેમા માલિનીએ લોકોને સમજાવવા દોડવું પડયું પણ લોકો તેમની વાત સાંભળવા તૈયાર નથી. લોકોનું કહેવું છે કે, હેમા મતદારોના બદલે સરકાર તરફ વફાદારી બતાવી રહ્યાં છે.

શહીદના સ્મારક માટે શિવરાજે જમીન ના આપી

સિયાચિનમાં દેશ માટે શહીદ થયેલા મધ્ય પ્રદેશના વિવેક સિંહ તોમરના ભાઈ ધર્મેન્દ્રસિંહે કરેલા આક્ષેપોના કારણે શિવરાજસિંહ ચૌહાણ સરકારના માથે પસ્તાળ પડી રહી છે. ધર્મેન્દ્રસિંહનો આક્ષેપ છે કે, પોતાના શહીદ ભાઈ અંતિમ સંસ્કાર માટે સરકારી તંત્રે  જગ્યા ફાળવવાનો ઈન્કાર કરી દીધો. શહીદની અંતિમયાત્રામાં કોઈ રાજકારણી કે સરકારી પ્રતિનિધી પણ ફરક્યા નહોતા. ધર્મેન્દ્રસિંહ પોતે આર્મીમાં છે.

ધર્મેન્દ્રસિંહે કહ્યું કે, યુ.પી.માં શહીદ જવાનના અંતિમ સંસ્કારમાં મુખ્યમંત્રી  યોગી આદિત્યનાથ પોતે પહોંચી જાય છે. પણ એમ.પી.માં ન કોઈ નેતા આવ્યા, ન કોઈ અધિકારી આવ્યા. ગ્રામજનોએ અંતિમ સંસ્કાર માટે જમીન આપી ત્યારે લશ્કર પૂર્ણ સન્માન સાથે ભાઈના અંતિમ સંસ્કાર કરી શક્યું. સરકારી અધિકારીનો દાવો છે કે,  ધર્મેન્દ્ર સિંહ સ્મારક માટે જમીન માગવા આવ્યા હતા પણ આ રીતે જમીન આપવાનો કોઈ નિયમ નથી.

ધર્મેન્દ્રસિંહ તરફ સહાનુભૂતિ બતાવીને લોકો લખી રહ્યા છે કે, ભાજપને ચૂંટણી આવશે ત્યારે જ આર્મી અને શહીદ જવાન યાદ આવશે. એ પહેલાં તેમને માન આપવામાં તેમને રસ નથી.

ભાજપ પ્રદેશ પ્રમુખના પુત્ર સામે મારામારીનો કેસ

તેલંગાણામાં ભાજપ પ્રમુખ બંદી સંજય કુમારના પુત્ર ભાગીરથ સામે મારામારીનો કેસ નોંધાતાં રાજકીય આક્ષેપો શરૂ થયા છે. ભાગીરથ એક વિદ્યાર્થી શ્રીરામને થપ્પડ મારતો હોય એવો વીડિયો વાયરલ થયો હતો. તેના પગલે મહિન્દ્ર યુનિવર્સિટીએ ફરિયાદ કરતાં પોલીસે ફરિયાદ કરી છે.  ભાગીરથ અને શ્રીરામ બંને આ યુનિવર્સિટીમાં ભણે છે.

ભાગીરથના મિત્રો પણ શ્રીરામને મારતા દેખાય છે. બીજા વાયરલ વીડિયોમાં ભાગીરથ અને તેના મિત્રો શ્રીરામને ગાળો આપે છે અને એક મિત્ર  શ્રીરામના મોં પર મુક્કો પણ મારે છે.

સંજય કુમારનો દાવો છે કે, વિદ્યાર્થીઓમાં ઝઘડા અને સમાધાન થતા રહે છે પણ કેસીઆર સરકારના ઈશારે પોલીસ તેને મોટું સ્વરૂપ આપી રહી છે. સંજય કુમારની ઓફિસ દ્વારા વીડિયો જાહેર કરાયો છે કે જેમાં શ્રીરામ યુવતી સાથે ગેરવર્તનની વાતને સ્વીકારીને માફી માગે છે. કેસીઆરની પાર્ટીનો આક્ષેપ છે કે, ભાગીરથની ગુંડાગીરીને છૂપાવવા યુવતી સાથે ગેરવર્તનની વાત ઉપજાવી કઢાઈ છે.

નાણાં મંત્રાલયમાં જાસૂસ ઝડપાતાં તંત્રની ઉંઘ હરામ

રાજધાનીમાં ફરી જાસૂસીનું ભૂત ધૂણ્યું છે અને નાણા મંત્રાલયના સુમિત નામના કર્મચારીની જાસૂસીના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. સુમિત નાણાં મંત્રાલયમાં કોન્ટ્રાક્ટ પર ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે કામ કરતો હતો. તેણે પૈસાના બદલામાં અન્ય દેશોને સંવેદનશીલ માહિતી વેચવાનો આરોપ મૂકાયો છે. બજેટ પહેલાં જાસૂસ ઝડપાતાં તંત્રની ઉંઘ હરામ થઈ ગઈ છે.

સુમિત પાસેથી જપ્ત કરાયેલા મોબાઈલ ફોનમા વિદેશી લોકોના કોન્ટેક્ટ મળ્યા છે. સુમિત આ ફોનના માધ્યમથી અન્ય દેશો સાથે ગુપ્ત માહિતી મોકલતો હતો તેથી તેની સામે ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

નાણાં મંત્રાલય પાસે દેશની આર્થિક બાબતોને લગતો તમામ ડેટા હોય છે. સુમિતે તેમાંથી શું શું બહાર આપ્યું તેની વિગતો કાયદા પ્રમાણે ગુપ્ત રખાઈ છે પણ ગુપ્તચર અધિકારીઓની દોડધામ જોતાં મામલો ગંભીર હોવાનું લાગે છે. ભૂતકાળમાં સંરક્ષણ મંત્રાલય સાથે સંકળાયેલા લોકો અને લશ્કરી જવાનો જાસૂસીમાં સંડોવાયેલા હોય એવું બહાર આવ્યું છે પણ નાણાં મંત્રાલયમાં જાસૂસીનો પહેલો કેસ ર્છેૉ

ભાજપ નેતા સપા નેતાની દીકરીને ભગાડી ગયા !

ઉત્તર પ્રદેશના હરદોઈમાં ભાજપના નેતા આશિષ શુકલા સમાજવાદી પાર્ટીના નેતાની ૨૬ વર્ષની દીકરીને લગ્નની લાલચ આપીને ભગાડી જતાં ચકચાર મચી છે. સપા નેતાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે શુકલાની શોધખોળ શરૂ કરી છે. બીજી તરફ સોશિયલ મીડિયા પર ભાજપની મજાક ઉડી રહી છે. ભાજપે આબરૂ બચાવવા શુકલાને  સસ્પેન્ડ કરી દીધા છે. ૪૭ વર્ષના આશીષ શુક્લા હરદોઈ શહેર ભાજપના મહામંત્રી હતા.

આશીષ શુક્લા ઉર્ફ રાજૂ શુક્લા બે બાળકોનો પિતા છે અને વીમા એજન્ટ તરીકે કામ કરે છે. આશીષ શુક્લા ઉર્ફ રાજૂ વિમાના કામ દરમિયાન યુવતીના સંપર્કમાં આવ્યો હતો ને પછી તેને ફોસલાવીને ૧૩ જાન્યુઆરીએ ભગાડી ગયો હતો. યુવતીના પિતા અન્ય જ્ઞાાતિના હોવાથી તણાવનો માહોલ પણ થઈ ગયો છે. પોલીસ અધિકારીઓએ ઉશ્કેરાયેલાં લોકો હિંસા પર ના ઉતરે એટલા માટે આ કેસમાં કાયદાકીય તમામ પ્રક્રિયા કરવામાં આવશે એવું આશ્વાસન સપાના નેતાને આપ્યું છે.

Gujarat