For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સુરત પૂર્વ વિધાનસભામાં ભાજપના ગઢ ગોલવાડમાં મતદારો મતદાન માટે ઉમટ્યા

Updated: Dec 1st, 2022

Article Content Image

સુરત,તા.1 ડિસેમ્બર 2022,ગુરૂવાર

વિધાનસભા ચૂંટણીને લઈને શહેરમાં રજા જેવો માહોલ છે. રોડ-રસ્તાઓ ખુલ્લાં છે. ક્યાંય ટ્રાફિક દેખાતો નથી. શાંતિપૂર્વક મતદાન ચાલી રહ્યું છે. ભાજપના ગઢ એવા ગોલવાડ વિસ્તારમાં મતદારોએ લાંબી લાઈનો સવારે 11 વાગ્યા પહેલાં લગાવી હતી.

Article Content Image

સુરત પૂર્વ વિધાનસભા વિસ્તારમાં ગોલવાડ વર્ષોથી ભાજપનો ગઢ રહ્યો છે. રાણા સમાજની વસ્તી અહીં સૌથી વધુ છે. આજે સવારે આઠ વાગ્યે મતદાન શરૂ થયું તે સાથે જ મથક ઉપર લાંબી લાઈન હતી. મતદારોની સુવિધા માટે મથકની બહાર મંડપ ઊભો કરાયો છે. જેથી તડકાથી રાહત રહે.

નવાપુરા પુરબિયા શેરી સ્થિત પ્રાથમિક શાળા નંબર 54-55 માંના મથક ઉપર કુલ પાંચ બુથ છે. અહીં સવારથી લાંબી લાઈનો જોવા મળી હતી. જોકે, મતદારો ખૂબ જ ધીરજપૂર્વક વારો આવે તેની લાઈનમાં ઊભા રહ્યાં હતાં  નજીકમાં બીજું એક મતદાન મથક હોવાથી એકલદોકલ મતદારો અટવાતાં હતાં. પરંતુ એવી કોઈ બીજી સમસ્યા નહોતી.

Gujarat