For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સુરતમાં થર્ડ જેન્ડર દ્વારા મતદાન કરી લોકોને મતદાન માટે અપીલ કરી

Updated: Dec 1st, 2022

Article Content Image

- સુરતના લિંબાયતમાં કિન્નરોએ મતદાન કરીને સેલ્ફી લીધી અને સમુહ ફોટો પણ લીધો

સુરત,તા.1 ડિસેમ્બર 2022,ગુરૂવાર

ગુજરાત વિધાનસભાની ચુંટણી પહેલાં સુરતમાં પહેલી વાર મત આપતા મતદારોમાં ભારે રોમાંચ જોવા મળ્યો હતો. પહેલી વાર મત આપવા માટે બે મતદાતાઓ ઘોડા પર સવાર થઈને મતદાર મથક પહોંચ્યા હતા. તો સુરતના લિંબાયત વિસ્તારમાં થર્ડ જેન્ડર દ્વારા પોતે મતદાન કર્યા બાદ લોકોને મતદાન કરવા માટે અપીલ કરી હતી.

સુરતના લિંબાયત વિસ્તારમાં કિન્નરો દ્વારા સામુહિક મતદાન કરવામાં આવ્યું હતું. આ કિન્નેરો પોતાના ઘરેથી સમુહમાં  નિકળીને મતદાન મથક પહોંચ્યા હતા. મતદાન મથક પર મતદાન કર્યા બાદ કિન્નરોએ પોતે સેલ્ફી લીધી હતી અને ત્યાર પછી જે સમૂહમાં તેઓ મતદાન કરવા માટે આવ્યા હતા તે સમુહની પણ સેલ્ફી અને ફોટા લીધા હતા. પોતે મતદાન કર્યા બાદ તેઓએ લોકોને લોકશાહીના આ પર્વમાં મતની કિંમત સમજાવી મોટી સંખ્યામાં લોકો મતદાન કરે તેવી અપીલ કરી હતી.

આ ઉપરાંત સુરતમાં પહેલીવાર મતદાન કરનારા યુવાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે પહેલો મત યાદગાર બનાવવા માટે પાર્થ ચોકસી અને દેવાંશી ચોકસી ઘોડે સવારી કરીને મતદાન મથક પર મત આપવા માટે આવ્યા હતા. તેઓએ કહ્યું હતું કે પહેલા મતનો રોમાંચ જ કંઈ અલગ હોય છે અને પહેલો મત જીવનભર યાદ રહે તે માટે તેઓ આવી રીતે મત આપવા માટે આવ્યા છે.

Gujarat