For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સુરતમાં આ વર્ષે નવરાત્રીમાં બે ફૂડ ફેસ્ટિવલનું આયોજન

- વેસુ કેનાલ રોડ ફૂડ પર સ્પોર્ટ્સ કાર્નિવલના ફૂડ ફેસ્ટિવલ સાથે સોમવારથી વરાછામાં પણ ફૂડ ફેસ્ટિવલ

- નવરાત્રી ફૂડ ફેસ્ટિવલ નું આયોજન મોટા વરાછા, લિબર્ટી નાઈટ ની સામે પાલિકા પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું

Updated: Sep 25th, 2022


સુરત, તા. 25 સપ્ટેમ્બર 2022 રવિવાર

સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષોથી નવરાત્રી દરમિયાન ફૂડ ફેસ્ટિવલનું આયોજન એક જગ્યાએ કરવામા આવતું હતું પરંતુ આ વર્ષે સુરત મ્યુનિ.ના અઠવા ઝોન સાથે સાથે વરાછા ઝોનમાં પણ ફૂડ ફેસ્ટિવલ નું આયોજન કરવામા આવ્યું છે. વેસુ કેનાલ રોડ ફૂડ પર સ્પોર્ટ્સ કાર્નિવલના ફૂડ ફેસ્ટિવલ સાથે મોટા વરાછા, લિબર્ટી નાઈટની સામે પાલિકા પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું  છે.

સુરત પાલિકા છેલ્લા ઘણા વર્ષોથી નવરાત્રી દરમિયાન અઠવા પાર્ટી પ્લોટ ખાતે દસ દિવસ માટે ફુડ ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ  આ વર્ષે સુરતમાં 36મી નેશનલ ગેમ્સનું આયોજન કરવામા આવ્યું હોવાથી પાલિકાએ વેસુ કેનાલ રોડ ફૂડ પર સ્પોર્ટ્સ કાર્નિવલના ફૂડ ફેસ્ટિવલ નું આયોજન કર્યું છે.  

આ ફેસ્ટીવલ 18 દિવસનો છે દર વર્ષે માત્ર અઠવા ઝોનમાં જ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામા આવતું હતું પરંતુ આ વર્ષે સુરતમાં બે ફુડ ફેસ્ટીવલનું પણ આયોજન કરવામા આવ્યું છે. આ વર્ષે પાલિકાએ બીજા ફૂડ ફેસ્ટિવલ માટે વરાછા ઝોનમાં પણ બીજા ફૂડ ફેસ્ટિવલ નું આયોજન કરવાનું નક્કી કર્યું છે. 

સુરત પાલિકાની ચૂંટણીમાં ભાજપના ઓવર કોન્ફિડન્સ ના કારણે પાટીદાર બહુમતીવાળા વિસ્તારમાં એક સાથે 27 બેઠક આમ આદમી પાર્ટીને મળી ગઈ છે. આ ઉપરાંત હાલમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં આપ નહીં લોકો ભાજપ સામે સોશ્યલ મિડિયામાં કટાક્ષ અને વિરોધની કોમેન્ટનો ધોધ વરસાદી રહ્યાં છે. જેના કારણે હવે ભાજપ શાસકોએ વરાછા વિસ્તારમાં પણ અનેક કાર્યક્રમનું આયોજન કરવામા આવી રહ્યું છે. 

આ વર્ષે નવરાત્રી ફૂડ ફેસ્ટિવલ નું વર્ષે નવરાત્રી ફૂડ આયોજન મોટા વરાછા, લિબર્ટી નાઈટ ની સામે મનપા પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું છે. ફૂડ ફેસ્ટિવલ તા. 26 સપ્ટેમ્બર થી 5 ઓક્ટોબર સુધી ચાલશે તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. સાથે જ વેસુ કેનાલ રોડ પર પણ સ્પોર્ટસ કાર્નિવલના ફૂડ ફેસ્ટિવલ ને ચાલુ રાખવામાં આવશે. 

આ વર્ષે પાલિકાએ અઠવાલાઈન્સ વિસ્તારની સાથે સાથે વરાછા વિસ્તારમાં પણ ફૂડ ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવ્યું છે. જેથી આવતીકાલથી અઠવા લાઈન્સ સાથે સાથે વરાછામાં પણ ફૂડ ફેસ્ટિવલ નું આયોજન થશે. 

Gujarat