સુરતના હનીપાર્ક રોડ પર પડેલો ભુવો રિપેર કરવા રસ્તો બંધ કરવામાં આવશે


- પ્રાઈમ આર્કેડ જંકશન થી સુરભી ડેરી ચાર રસ્તા થઈ રૂતવન એપાર્ટમેન્ટ થી મહેશ પાંઉભાજી થઈ સુરભી ડેરી ચાર રસ્તા સુધીનો રસ્તો બંધ

સુરત,તા.23 સપ્ટેમ્બર 2022,શુક્રવાર

એક સપ્તાહ પહેલા સુરતના રાંદેર ઝોનમાં હનીપાર્ક રોડ પર પડેલો ભુવો રિપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી થોડી મુશ્કેલ હોય ભુવાની આસપાસ જતો રસ્તો બંધ કરીને રીપેર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોનમાં હનીપાર્ક રોડ પર ગત સપ્તાહ એક મોટો ભુવો પડ્યો હતો. આપો રીપેર કરવાની કામગીરી પાલિકા દ્વારા શરૂ કરવામાં આવી હતી પરંતુ નીચેથી ડ્રેનેજ લાઈન પસાર થતી હોવાથી આ કામગીરી વધુ સારી રીતે કરવા માટે મહાનગરપાલિકાએ કામગીરી હાથ ધરી છે. આ બહુ રિપેર કરવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવી હોવાથી પ્રાઈમ આર્કેડ જંકશન થી સુરભી ડેરી ચાર રસ્તા થઈ રૂતવન એપાર્ટમેન્ટ જતો રસ્તો અને  રુતવન એપાર્ટમેન્ટ થી મહેશ પાંઉભાજી રેસ્ટોરન્ટ થઈ સુરભી ડેરી ચાર રસ્તા સુધીનો રસ્તો બંધ કરવા માટે મહાનગરપાલિકાએ જાહેર કરી છે.

આ સમય દરમ્યાન વાહન વ્યવહાર રસ્તા  વૈકલ્પિક રૂટના વિકલ્પ તરીકે પ્રાઈમ આર્કેડ જંક્સન થી પ્રેસીડેન્સી સ્કુલ સર્કલ થઈ જયોતિન્દ્ર દવે ગાર્ડન થઈ રુતવન એપાર્ટમેન્ટથી શ્રી ભગવાન પરશુરામ ગાર્ડેન થઈ વી૩ કોર્નર શોપીંગ થઈ એલ.પી સવાણી સ્કુલ સર્કલ તરફ જતો રસ્તો અને બીજા વૈકલ્પિક રૂટનાં વિકલ્પ તરીકે રૂતવન એપાર્ટમેન્ટથી શ્રી ભગવાન શુરામ ગાર્ડન થઈ વીડ કોર્નર શોપીંગથી સુરભી ડેરી ચાર રસ્તા થઈ પટેલ પ્રગતિ માજની વાડી તરફ જઈ શકશે. આ કામ પૂર્ણ થયેયી પ્રતિબંધિત માર્ગ રાહદારીઓ - તેમજ વાહન વ્યવહાર માટે ફરીથી ખુલ્લો મૂકવામાં આવશે.

City News

Sports

RECENT NEWS