For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુજરાત રાજ્ય પ્રા. શિક્ષક સંઘનો સરકારી એપ ડાઉનલોડ નહીં કરવા નિર્ણય કર્યો

એપ તા. 5 સપ્ટેમ્બરથી શરૃ થનાર છે

આ એપ થકી રાજ્યભરનાં તમામ લોકો સાથે વિડીયો કોલ, હાજરીના પુરાવા તેમજ વહીવટી કામગીરી થવાની છે

Updated: Aug 14th, 2019

મોસાલી,14 ઓગષ્ટ 2019, બુધવાર

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે રાજ્યભરમાં તમામ જિલ્લાઓનાં પ્રમુખોને આદેશ આપ્યો છે કે કોઈ પણ પ્રાથમિક શિક્ષકે (કાઈઝાલા-KAIZALA APP) ડાઉનલોડ કરવી નહીં.

જો કોઈ શિક્ષકે આ એપ ડાઉનલોડ કરી હોય તો, એપને અન ઈસ્ટોલ કરવા જણાવ્યું છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે આ એપ આગામી તારીખ- 5 મી સપ્ટેમ્બરથી શરૃ થનાર છે. આ એપ દ્વારા રાજ્યભરના તમામ શિક્ષકો સાથે એક સાથે વીડિયો કોલ થશે, પગારબીલ, ઈજાફા, સર્વિસ બુક, ઉચ્ચતર પગાર ધોરણ દરખાસ્ત સહિતની તમામ વહીવટી કામગીરી ઓનલાઈન કરવાની રહેશે. તમામ શિક્ષકો હાજરીનાં પુરાવા આપી શકશે. આ માટે રાજ્ય સરકારનાં શિક્ષણ વિભાગે માઈક્રોસોફટ નામની કંપની સાથે કરાર કર્યા છે.

રાજ્ય સંઘના આદેશ બાદ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે તમામ પ્રાથમિક શાળાઓને રાજ્યસંઘના આદેશનો અમલ કરવા જણાવાયું છે.


Gujarat