For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સ્વચ્છતા સર્વેક્ષણ 2022માં સુરત ત્રીજી વાર બીજો ક્રમ લઈ શકશે કે નહીં ?

- ઓક્ટોબર માસમાં સ્વચ્છતા સર્વેક્ષણનું પરિણામ જાહેર કરાશે

- સ્વચ્છતા સર્વેક્ષણ 2022ના અલગ માપદંડોથી સ્પર્ધા કરવામાં આવી છે: સુરતનો પહેલા ત્રણમાં ક્રમ મળે તેવી શક્યતા

Updated: Sep 25th, 2022


સુરત, તા. 25 સપ્ટેમ્બર 2022 રવિવાર

સતત બે વર્ષ સુધી સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશમાં બીજા નંબરનું સ્વચ્છ શહેર તરીકે જાહેર થયાં બાદ આગામી સ્વચ્છતા સર્વેક્ષણ માટે સુરત મ્યુનિ.ને સતત ત્રીજીવાર સ્વચ્છતા સર્વેક્ષણમાં અગ્રક્રમ જાળવવા માટેની આશા છે. સુરત મ્યુનિ. વર્ષ 2002ના સ્વચ્છતા સર્વેક્ષણમાં સતત ત્રીજી વાર બીજો ક્રમ મેળવી શકે છે કે નહીં તે આગામી ઓક્ટોબર માસમાં ખબર પડી જશે. ઓક્ટોબર માસમાં સ્વચ્છતા સર્વેક્ષણનું પરિણામ આવવાનું હોય પાલિકા આ પરિણામનું આતુરતાથી રાહ જોઈ રહી છે. 

ભારત સરકાર દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી સ્વચ્છતા સર્વેક્ષણ કરવામા આવશે જેમાં દેશના સ્વચ્છ શહેરોમાં સ્પર્ધા રાખવામાં આવે છે. આ સ્પર્ધામાં સુરત 2020 અને 2021 માં દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં બીજો ક્રમ મેળવી રહી છે. આ વર્ષે 1 ઓક્ટોબરના રોજ  સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા સર્વેક્ષણ 2022 માટે રાષ્ટ્રપતિ ની હાજરીમાં એવોર્ડ જાહેર કરવામા આવશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુમુમની હાજરીમાં તાલકટોરા સ્ટેડિયમ ન્યુ દિલ્હી ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ  સ્વચ્છતા સર્વેક્ષણ એવોર્ડ સમારોહ કરવામા આવશે.

સ્વચ્છતા સર્વેક્ષણ-2020 અને 2021માં સુરત પાલિકા દ્વારા કરવામાં આવેલી કામગીરી અને તૈયારીઓને પગલે સુરત શહેરને દેશમાં બીજા ક્રમનો સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવ્યું હતું. સતત 2 વર્ષથી બીજા ક્રમે રહેલ સુરતને પ્રથમ ક્રમ અપાવવા માટે વહીવટી તંત્ર કામે લાગી રહ્યું છે. 

અગાઉના સ્વચ્છતા સર્વેક્ષણોની તૂલનામાં સ્વચ્છતા સર્વેક્ષણ 2022ના અલગ માપદંડોથી સ્પર્ધા કરવામાં આવી છે. સ્વચ્છતા સર્વેક્ષણ 2021માં 1 લાખથી વધુ વસતિ ધરાવતા શહેરોમાં સુરત શહેર સમગ્ર સ્થાને બીજા સ્થાને અને 40 લાખથી વધુ વસતિ ધરાવતા શહેરોમાં સુરતને સૌથી વધુ ગુણ પ્રાપ્ત થયા હતા. 

સ્વચ્છતા સર્વેક્ષણ-2022 માટે યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિતિ માટે એસબીએમ દ્વારા સુરત પાલિકાને જાણ કરવામાં આવી છે. તેનો સીધો અર્થ છે કે, દેશના સ્વચ્છ શહેરોની સ્પર્ધામાં સુરત પ્રથમ ત્રણ ક્રમમાં આવી શકે છે. તદ્ઉપરાંત વિવિધ અન્ય કેટેગરીઓ સ્પર્ધામાં પણ સુરત મનપાને એવોર્ડ એનાયત થશે તે નક્કી છે. સ્વચ્છતા સર્વેક્ષણ-2022માં સુરત શહેર હેટ્રિક કરી સતત બીજા સ્થાને રહે છે? કે કેમ તે જોવું રહ્યું.

Gujarat