હાઈડ્રોલિક વિભાગની કામગીરીના કારણે સુરતનમાં સેન્ટ્રલ ઝોનના વધુ બે રસ્તા વાહન વ્યવહાર માટે બંધ રહેશે

Updated: Jan 25th, 2023

- વિજય વલ્લભ ચોક-મજુરાગેટ-રીંગરોડ પર મહાદેવ નગર ગેટ સુધીનો રોડ પર એક તરફી 10 ફેબ્રુઆરી સુધી તો ગોપી પુરા અને શાહપોરના કેટલાક રસ્તા 31 જાન્યુઆરી સુધી બંધ રહેશે

સુરત,તા.25 જાન્યુઆરી 2023,બુધવાર

સુરત મહાનગરપાલિકા દ્વારા હાલમાં ડ્રેનેજ અને પાણીના નેટવર્કને સઘન બનાવવાની કામગીરી ચાલી રહી છે તેના કારણે શહેરના કેટલાક રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવી રહી છે. જેમાં સેન્ટ્રલ ઝોનના કેટલાક રસ્તાઓ દિવસો સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આજથી સુરતના સેન્ટ્રલ ઝોનમાં કૈલાસ નગર વિસ્તારના. વિજય વલ્લભ ચોક-મજુરાગેટ-રીંગરોડ પર મહાદેવ નગર ગેટ સુધીનો રોડ પર એક તરફી 10 ફેબ્રુઆરી સુધી તો  ગોપી પુરા અને શાહપોરના કેટલાક રસ્તા 31 જાન્યુઆરી સુધી બંધ રહેશે તે માટેની જાહેરાત પાલિકા તંત્રએ કરી દીધી છે. 

સુરત પાલિકાના કોટ વિસ્તાર એવા સેન્ટ્રલ ઝોનમાં હાલમાં પાણીની લાઈન રીહેબીલીટેશનની કામગીરી થઈ રહી છે. આ કામગીરીના ભાગરૂપે સેન્ટ્રલ ઝોનના કૈલાસ નગર તરફ વિજય વલ્લભ ચોક-મજુરાગેટ-રીંગરોડ પર મહાદેવ નગર ગેટ સુધીના મેઈન રોડ પર એક તરફે બંધ રાખવામાં આવશે. આ કામગીરી 10 ફેબ્રુઆરીના સુધી ચાલે તેવી શક્યતા હોવાથી આ દિવસો દરમિયાન આ રસ્તા પરથી વાહન વ્યવહાર અને રાહદારીઓને પસાર થવા પર પ્રતિબંધ મુકવામા આવ્યો છે. આ કામગીરી ત્રણ તબક્કામાં કરવામાં આવશે  જેમાં પહેલા તબક્કામાં વિજય વલ્લભ ચોકથી સુપર સ્કેન મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ સુધી, શારદા હોસ્પિટલ અને સુપર સ્કેન મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ થી વાંકાવાળા ચિલ્ડ્રન હોસ્પિટલ સુધી એને વાંકાવાળા ચિલ્ડ્રન હોસ્પિટલ થી મજુરાગેટ કૈલાશનગર સુધી એમ ત્રણ તબક્કામાં કામગીરી કરાશે..

કૈલાશ નગર વિસ્તાર ઉપરાંત સુરત પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં જ આવેલા કોટ વિસ્તારમાં પણ પાણીની લાઈન અપગ્રેડેશન કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે. આ કામગીરી દરમિયાન શાહપોર-નાણાવટ ડી.એમ.એ.માં પારસી જનરલ હોસ્પિટલ થી ચિંતામણી દેરાસર સુધીના મેઈન રોડ પર તથા ગોપીપુરા ડી.એમ.એ.માં અંબાજી રોડ પર ખંભાતી ના ખાંચા જંકશનથી ખાંડવાલા શેરીના જંકશન સુધીના વિસ્તારમાં લાઈન તથા તેના પરથી હાઉસ હોલ્ડ કનેકશન આપવાની અગત્યની કામગીરી હાથ ધરવામાં આવશે.  જેના કારણે આ કામગીરી દરમિયાન આ વિસ્તારમાં વાહન વ્યહાર પર પ્રતિબંધ મુકવામા આવ્યો છે.  

    Sports

    RECENT NEWS