For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સુરત નવા 1452 કેસ, વૃધ્ધાનું મોત : સાત દિવસમાં 4078 નવા કેસ નોંધાયા

Updated: Jan 7th, 2022

Article Content Image

- દક્ષિણ ગુજરાતમાં કોરોનાના નવા 1664 કેસ

- પલસાણાની વૃધ્ધાનું મોત, મૃત્યુઆંક 2119 થયો : વિદ્યાર્થી, શિક્ષકો, ડોકટરો પોલીસ જવાનો, પ્રોફેસર, હીરા-કાપડના ૨૩ ધંધાર્થી સંક્રમિત

- અઠવામાં 370, રાંદેરમાં 239, વરાછા-એમાં 191, કતારગામમાં 156, ઉધના ઝોનમાં 155 કેસ

- વલસાડમાં 142, નવસારીમાં 49, તાપીમાં 4 અને દમણ-દાનહમાં 17 કેસ

        સુરત:

સુરતમાં નવા વર્ષના આરંભથી કોરોનાએ ગંભીર સ્વારૃપ ધારણ કરતા છેલ્લા સાત દિવસમાં 4078 કેસ નોધાયા છે. શુક્રવારે સુરત જીલ્લાના પલસાણા ખાતે કોરોના સંક્રમિત વૃધ્ધાનું મોત થયુ હતુ. જયારે અઠવામાં 370, રાંદેરમાં 239 અને વરાછા એ ઝોનમાં 191 સહિત1350 અને જીલ્લામાં 102 દર્દી મળી કુલ 1452 કેસ નોંધાયા છે. જયારે 256 દર્દીને રજા આપવામાં આવી છે.

આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ  છેલ્લા સાત દિવસમાં 4078 કેસ નોધાયા છે. જયારે 318 દર્દીઓને રજા આપવામાં આવી છે. તેવા સમયે કોરોના સપડાયેલા પલસાણામાં કણાવગામમાં રહેતા 62 વર્ષીય વૃધ્ધાનું શુક્રવારે મોત થયુ હતુ. જયારે સિટીમાં શુક્રવારે   સૌથી વધુ અઠવામાં 370, રાંદેરમાં 239, વરાછા એમાં 191,  કતારગામમાં 156, ઉધનામાં 155, સેન્ટ્રલમાં 68, વરાછા બીમાં 81,  લિંબાયત ઝોનમાં90 કેસ નોધાયા છે. જેમાં 98 વિધાર્થી , પાંચ શિક્ષકો, સાત ડોકટરો, પોલીસજવાન, કપડાના દુકાનદાર, મેડીકલ સ્ટોરધારકપ્રોફેસર, બે બેન્કકર્મીએક કોર્પોરેટર તથા હીરા સાથે સંકળાયેલા 14 અને ટેક્સટાઇલ સાથે સંકળાયેલા 9 વ્યકિતનો સમાવેશ થાય  છે.  કોરોના સંક્રમિત થયેલા 615 વ્યકિતઓએ વેકસીનના બંને ડોઝ લીધા હતા.

અત્યાર સુધીમાં  સિટીમાં કુલ કેસ 116,460 છે.  જેમાં 1630 વ્યકિત મોતને ભેટયા છે.  જયારે જીલ્લામાં નવા 102 સાથે  કુલ 32,564 કેસ  પૈકી કુલ 489નાં મોત થયા છે.  સિટી અને  જીલ્લામાં  મળીને કુલ 149,024 કેસ  છે. જેમાં કુલ મૃત્યુઆંક 2119 છે.  સિટીમાં  248 સાથે 110,674 અને  ગ્રામ્યમાં  8 સાથે  31,759  મળીને કુલ 142,433 દર્દીઓ  સાજા થયા છે.  કોરોનામાં ગંભીર હાલતના   નવી સિવિલમાં ત્રણ અને સ્મીમેરમાં ચાર દર્દી સારવાર હેઠળ છે. 

Gujarat