For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સુરતમાં યોજાતા ધાર્મિક-સામાજીક કાર્યક્રમમાં બસ સુવિધા સાથે આવક પણ થશે ઉભી કરાશે

- અત્યાર સુધી રાજકારણી સરકારી કાર્યક્રમ માટે બસનો દુરપયોગ થતો હતો

- સ્વીમાનારાયણ સંપ્રદાય, વ્હોરા સમાજસહિત અન્ય કાર્યક્રમમાં ક્યા વિસ્તારમાંથી મુસાફર આવે તેનું સોફ્ટવેર બનાવી માહિતી મળશે

Updated: Mar 9th, 2020


(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 09 માર્ચ 2020, સોમવાર

રાજકીય મેળા અને રાજકીય નેતાઓના કાર્યક્રમ માટે ગુજરાતની બસનો દુરપયોગ થતો હતો પરંતુ સુરત મ્યુનિ. તંત્રએ સીટી બસનો સદ્દપયોગ કરી લોકોને સુવિધા આપવા સાથે સાથે આવક મેળવવા માટેનું આયોજન કર્યું છે. સુરતમાં યોજાતા કાર્યક્રમની માહિતી મેળવી જેવિસ્તારમાંથી વધુ લોકો આવતાં હોય તે વિસ્તારથી કાર્યક્રમ સ્થળ સુધી જવા માટે બસની ખાસ સુવિધા ઉભી કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે.

સુરતની સીટી અને બીઆરટીએસ બસમાં રોજના પોણા ત્રણ લાખ મુસાફરો મુસાફરી કર રહ્યાં છે. સીટી અને બીઆરટીએસ બસની આવકમાં વધારો થાય અને મુસાફરોને પણ સુવિધા મળે તે માટે મ્યુનિ. તંત્ર બસનો સદ્દપયોગ કરવા માટે આયોજન કર્યું છે. સુરત શહેરમાં છેલ્લા પાંચ વર્ષમાં  ધાર્મિક અને સામાજિક કાર્યક્રમ નિયત સમય પર યોજાતા હોય છે તેની માહિતી ભેગી કરી છે. આ કાર્યક્રમમાં ક્યા વિસ્તારમાંથી સૌથી વધુ લોકો ક્યા સમયે આવે છે તેની સાથે ડાયનામિક પ્લાન બનાવ્યો છે.

સુરતમાં સ્વામીનારાયણ સંપ્રદાય, વ્હોરા સમાજ, પાટીદાર સમાજ સહિત વિવિધ સમાજના કાર્યક્રમ એક દિવસ કરતાં વધુ સમય માટે થાય છે. આ કાર્યક્રમમાં સ્ટેશન, વરાછા, કતારગામ તથા અન્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો આવે છે. કાર્યક્રમ સ્થળ સુધી બસ સેવા ન હોવાથી લોકો ખાનગી વાહનો કે રીક્ષામાં મુસાફરી કરે છે.

કાર્યક્રમમાં આવતાં શહેરીજનોના ડેટા ભેગા કરીને મ્યુનિ. તંત્ર હવ જ્યાંથી વધુ લોકો આવતાં હોય ત્યાંથી કાર્યક્રમ સ્થળ સુધી ખાસ બસ કાર્યક્રમ દરમિયાન શરૂ કરશે. ડાયનામિક સિસ્ટમ થકી મેળવેલી માહિતીના આધારે બસ સેવા શરૂ કરશે અને લોકોને સુવિધા પુરી પાડવા સાથે મ્યુનિ. તંત્રની આવકમાં પણ વધારો થઈ શકે છે. મ્યુનિ. તંત્રએ આવા પ્રકારની સુવિધા માટે આયોજન કર્યું છે તેનો આગામી દિવસમાં અમલ થશે. સરકારી કાર્યક્રમમાં થતો દુરપયોગના બદલે મ્યુનિ. તંત્ર સીટી બસનો સદ્દપયોગ કરીને આવક પણ ઉભી થાય તેવો પ્રયાસ કરવા જઈ રહી છે.
Gujarat