સુરત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યોઃ ચોર્યાસી તાલુકામાં પાંચ ઈચ જેટલો વરસાદ પડયો
- બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
સુરત, તા. 18 જૂન 2021, શુક્રવાર
ગુજરાત સહિત સુરત જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદનું આગમન થતા ધરતીપુત્રોમાં ખુશી વ્પાયી હતી. વહેલી સવારે સુરત સીટી, ચોર્યાસી તથા ઓલપાડ તાલુકામાં
વરસાદી માહોલી જામ્યો હતો.
સવારના 6.00 વાગ્યાથી સાંજના 4.00 વાગ્યા સુધીના વરસાદની આંકડાકીય વિગતો જોઈએ તો સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં સૌથી વધુ 123 મી.લિ. એટલે કે, પાંચ
ઈચ જેટલો, ઓલપાડમાં 95 મી.લી., સુરત સીટીમાં 87 મી.લી., કામરેજમાં 39 મી.લી., પલસાણામાં 30 મી.લી., ઉમરપાડામાં 40 મી.લી., બારડોલીમાં 15, માંગરોળમાં 16,
મહુવામાં 7 તથા માંડવી તાલુકામાં નહીવત વરસાદ નોંધાયો હતો.
રાહત કમિશનર સુચના અનુસાર આગામી બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી હોય સુરત જિલ્લાના તમામ લાયઝન
અધિકારીઓ, નોડલ અધિકારીઓ, તમામ મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીઓને સાવચેતીના તમામ પગલાઓ લેવા જિલ્લા ડિઝાસ્ટર કક્ષ દ્વારા જણાવાયું છે.