For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પ્રિ-નવરાત્રીમાં પણ સ્વ-મુખે ગાઈને ગવાતા ગરબાની વિસરાયેલી પરંપરા ફરી જોવા મળી

Updated: Sep 24th, 2022

Article Content Image

સુરત,તા.24 સપ્ટેમ્બર 2022,શનિવાર 

પ્રિ-નવરાત્રીની તૈયારી રૂપે મોટા આયોજનોમાં થી ઠેર ગરબાની સ્પર્ધા રાખવામાં આવી રહી છે અને હજારોનો ખર્ચો કરી લોકો તેમાં ભાગ પણ લે છે. જો કે આ વર્ષે પ્રિ-નવરાત્રીમાં શેરી-મોહોલ્લામાં પરંપરાગત રીતે મોઢેથી ગરબા ગાઈ પરંપરાગત રીતે ઉજવાતી નવરાત્રીની કોમ્પિટિશન જોવા મળી રહી છે. જેમાં યુવાઓથી લઈને વયસ્ક મહિલાઓ પણ ઉત્સાહભેર ગરબાના તાલે ઝૂમી રહી છે.

Article Content Image

કોરોનાને કારણે વીતેલા બે વર્ષમાં મોટા આયોજનોને પરવાનગી ન મળતા શેરી ગરબાઓની રોનક જોવા મળી હતી. મોટા ગ્રાઉન્ડમાં થતા ગરબાને માટે લોકો હજારો રૂપિયાનો ખર્ચ કરતા હતા અને મજા માણતા હતા જોકે આવી જ મજા તેમણે ગત વર્ષે શેરી ગરબામાં પણ કરી હતી. ત્યારે આ વર્ષે પ્રિ-નવરાત્રીમાં પણ પરંપરાગત રીતે નવરાત્રી ઉજવવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જેમાં યુવા મહિલાઓ થી લઈને વયસ્ક મહિલાઓ ડીજે કે ટેપ રેકોર્ડર અને સ્પીકરને બદલે પોતે જ ગરબા ગાઈને ગરબે ઘૂમવાની સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. સામાન્ય રીતે જોવા મળે છે કે આયોજનના સ્થળે જજની સામે અલગ અલગ ટીમના સભ્યો પોતાની કૃતિ રજૂ કરે છે. આ વર્ષે જજ પોતે જ અલગ અલગ સોસાયટીમાં જઈને ઓબ્ઝર્વેશન કરી રહ્યા છે. 

આ અંગે એક ગૃપના ધૃતિ નાયકે કહ્યું કે, પારંપરિક શેરી કરવાની લુપ્ત થતા બચાવવા માટે આ વર્ષે પાલ અનાવિલ ઉત્કર્ષ મંડળ, વયસ્ક ગ્રુપ દયાળજી આશ્રમ, નવરંગ ગ્રુપ રાંદેર અને સૌરભ સોસાયટી ઘોડદોડ રોડની ટીમે ભાગ લીધો છે. અમારા ગ્રુપમાં ૧૮ મહિલાઓ છે અને દરેક ગ્રુપે એક પારંપરિક ગરબો ગવડાવવાનો છે અને છ થી આઠ મિનિટમાં એક ગરબો પૂરો થાય છે. જેમાં શ્લોક, સાખી અને ગરબાનું મિશ્રણ હોય છે. અમદાવાદ થી લઈને મુંબઈ સુધી આ વર્ષે આ પ્રકારના શેરી ગરબાની સ્પર્ધાની રમઝટ જોવા મળશે.

Gujarat