નેશનલ મેયર્સ કોન્ફરન્સ’ માં દેશભરના 121 થી વધુ મેયર અને ડેપ્યુટી મેયર હાજર રહ્યાં


- સુરતના મેયરે સ્માર્ટ સસ્ટેનેબલ ભવિષ્યનું ગ્લોબલ સીટી પર પ્રેઝન્ટેશન આપ્યું

- ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના પ્રધાન હરદીપસિંહ પુરી હાજર રહ્યા

સુરત,તા.22 સપ્ટેમ્બર 2022,ગુરુવાર

ગુજરાતના ગાંધીનગર ખાતે બે દિવસના 'નેશનલ મેયર્સ કોન્ફરન્સ’ માં દેશભરના 121 થી વધુ મેયર અને ડેપ્યુટી મેયર હાજર રહ્યાં હતા. આ કોન્ફરન્સમાં સુરતના મેયરે સ્માર્ટ સસ્ટેનેબલ ભવિષ્યનું ગ્લોબલ સીટી પર પ્રેઝન્ટેશન આપ્યું હતું. બે દિવસના આ સમારોહમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા,  મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના પ્રધાન હરદીપસિંહ પુરી હાજર રહ્યા હતા,. 

ગાંધીનગર ખાતે બે દિવસનો એક સેમિનાર યોજાયો હતો જેમાં દેશ ભરની મહાનગરપાલિકામાં ભાજપનું શાસન હોય તેવા મેયર અને ડેપ્યુટી મેયર હાજર રહ્યા હતા.આ સંમેલનમાં સુરતના મેયર હેમાલી બોઘાવાલા તેમજ ડેપ્યુટી મેયર દિનેશ જોધાણી જોડાયા હતા. સુરતના મેયરે પાલિકા દ્વારા કરવામાં આવેલા સ્માર્ટ સીટી સુરતની વિશિષ્ટ કામગીરી અને વિવિધ પ્રકલ્પો તેમજ ભાવિ આયોજન અંતર્ગત સ્માર્ટ સસ્ટેનેબલ ભવિષ્યનું ગ્લોબલ સીટી સુરત પર પ્રેઝન્ટેશન કર્યું હતું.  આ ઉપરાંત  સુરત શહેરમાં ગ્રીન એનર્જી કોન્સેપ્ટ હેઠળ સુરત મહાનગરપાલિકા દ્વારા પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોત હેઠળ સસ્ટેનેબલ સીટી તરીકે કરવામાં આવતી કામગીરી, હેરિટેજ કન્ઝર્વેશન પ્રોજેકટ હેઠળ સુરતના ઐતિહાસિક કિલ્લાના રિસ્ટોરેશન થકી શહેરના ભવ્ય ઈતિહાસને પુનઃ જીવિત કરી ડેવલપ કરવાની કામગીરી કરી હતી તેનું પણ પ્રેઝન્ટેશન કર્યું હતું. 

સુરત પાલિકા શહેરનું દુષિત પાણીને આપી રહી છે અને તેમાથી આવક ઉભી કરી રહી છે તેમ પણ જણાવ્યું હતું. ઉપરાંત ગાંધીનગર ખાતે યોજાયેલા સંમેલનમાં  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા પણ હાજર રહ્યા હતા. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના પ્રધાન હરદીપસિંહ પુરી પણ હાજર રહ્યા હતા. ભાજપના આ નેતાઓએ શહેરી વિકાસ માટેના તેમના વિઝન તેમજ શહેરી સ્થાનિક સંસ્થાઓ માટે વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી.

City News

Sports

RECENT NEWS