For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સુરત: કામરેજના ધારાસભ્યની બોગસ સહી કરી - ખોટો સિક્કો મારી તેના આધારે આધારકાર્ડ બનાવી આપતી ટોળકી ઝડપાઇ

- કતારગામ પોલીસે ગજેરા સ્કૂલ પાસે વી પ્લાઝાની ઓફિસમાં છાપો મારી પાંચને ઝડપી લીધા : રૂ.600 લઇ ટોળકી આધારકાર્ડ બનાવી આપતી હતી

Updated: Sep 15th, 2020

Article Content Imageસુરત, તા.15 સપ્ટેમ્બર 2020, મંગળવાર

સુરતના કતારગામ ગજેરા સ્કૂલ પાસે વી પ્લાઝાની એક ઓફિસમાં કતારગામ પોલીસે છાપો મારી સુરતના કામરેજના ધારાસભ્યની બોગસ સહી કરી - ખોટો સિક્કો મારી તેના આધારે આધારકાર્ડ બનાવી આપતી ટોળકીના પાંચને ઝડપી લીધા હતા. આ ટોળકી રૂ.600 લઇ આધારકાર્ડ બનાવી આપતી હતી.

પોલીસ સૂત્રો દ્વારા કતારગામ પોલીસે ગતરાત્રે મળેલી હકીકતના આધારે ગજેરા સ્કુલ પાસે વી પ્લાઝામા આવેલ ઓફીસ નં.205 માં છાપો મારી ત્યાં સુરતના કામરેજના ધારાસભ્યની બોગસ સહી કરી - ખોટો સિક્કો મારી તેના આધારે આધારકાર્ડ બનાવી આપતી ટોળકીના મીતેષ વિનુભાઇ સેલીયા, સહેઝાદ સલીમભાઇ દીવાન, મેહુલકુમાર શૈલેષભાઇ પટેલ, મયુર રામજીભાઇ મોરડીયા, પરાગ કમલેશભાઇ વાઘેલાને ઝડપી લીધા હતા. 

આ ટોળકી ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડીયાના નામનો ખોટો બનાવટી સીક્કો બનાવી આધાર કાર્ડ બનાવવા આવતા લોકો પાસેથી એક આધાર કાર્ડ બનાવવાના રૂ. 600 મેળવી તેઓનુ ફોર્મ ભરી આપી જેમા ધારાસભ્યના નામની ખોટી સહી તથા ખોટો સીક્કો મારતા હતા. અડાજણ પાલ સ્થિત આધાર કાર્ડ સેન્ટરમાં આવા આધારકાર્ડ આવ્યા બાદ ધારાસભ્યને જાણ થતા તેમણે કતારગામ પોલીસને જાણ કરી હતી. જેથી કતારગામ પોલીસે છાપો માર્યો હતો.


Gujarat