For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સુરતમાં 75 સામૂહિક દિક્ષામાં 15થી વધુ કરોડપતિ દિક્ષાર્થી વૈભવ છોડી વૈરાગી બનશે

Updated: Nov 18th, 2021

Article Content Image

-15 જેટલા  ઊંચીડિગ્રી ધારીઓ પણ દીક્ષા લેશે

-34 વર્ષ પહેલાં  જૈનાચાર્ય યોગતિલકસૂરી મહારાજાએ CA ની ડિગ્રી છોડીને દીક્ષા લીધી હતી

સુરત

ભૌતિક ભોગ વિસાલમાં રાચ્યા બાદ તેને છોડવા મહામુશ્કેલ હોય છે. ભારે મહેનત બાદ મેળવેલી ડિગ્રીઓને જતી કરવા માટે ત્યાગનું સુક્ષ્મ હૈયુ જોઇએ. આ અનેક હૈયાઓ  સુરતમાં થનારી ૭૫ સામુહિક દિક્ષામાં ૧૫ થી વધુ કરોડપતિ અને તેમના વારસદાર દિક્ષાર્થીઓ છે જ્યારે ૧૫ થી વધુ દિક્ષાર્થીઓ ઊંચી ડિગ્રી ધરાવે છે. જે રીતે ૩૪ વર્ષ પહેલાં યોગતિલકસૂરી મહારાજાએ ,તે સમયે બહુ અઘરી ગણાતી CA ની ડિગ્રી છોડીને દીક્ષા  લીધેલી એ રીતે આ મુમુક્ષોઓ પણ ભૌતિક ડિગ્રીઓને ફગાવી શાશ્વત સુખની સાચી સંવેગની ડિગ્રી લેવા જઇ રહ્યા છે.

સુરતમાં વેસુમાં અધ્યાત્મ નગરી ખાતે થનારી ૭૫ સામૂહિક દીક્ષામાં ચાર પરિવાર સહિત ૧૫થી  દિક્ષાર્થીઓ કરોડપતિ અને તેમના વારસદારો છે. સુખ સુવિધાથી છલોછલ આ દિક્ષાર્થીઓનો પૈસા અને ભૌતિક સુખમાં સાચું સુખ નથી એવું દેખાયું એટલે સંપત્તિનો  ત્યાગ કરી સંયમ માર્ગે જઈ રહ્યા છે. તો બીજી તરફ હાર્ડ વર્ક કરીને અભ્યાસમાં ઉંચી ડિગ્રી લઈને ડિગ્રી હાથમાં આવી ગયા પછી ૧૫ જેટલા દિક્ષાર્થીઓને એ ભૌતિક સુખ આપનારી ડિગ્રી મામુલી લાગી અને વૈરાગ્યની ડિગ્રી જ વધારે વેલ્યુબલ લાગી જેથી મેળવેલી ડિગ્રીનો ત્યાગ કરી સંયમ સ્વીકારવા તૈયાર થયા છે.

જેમાં અમિષભાઈ(CA,CS), કરણભાઈ(બી.ઇ સિવિલ એન્જિનિયર), શ્રેણીકભાઈ(BCA), પ્રિયનભાઈ(ડિપ્લોમા ઇન કોપ્યુટર સાયન્સ), ભવ્યાકુમારી(ડોકટર), દિવ્યાકુમારી(CS), રીનીકાકુમારી(MBA), કિંજલકુમારી(BBA), કરિશ્માકુમારી(BFM) અને રેખાબેન(M.COM) આ ૧૦ દીક્ષાર્થીઓએ ડિગ્રી મેળવીનેફગાવી જ્યારે શ્રીયાકુમારી(કોમ્પ્યુટર એન્જિનિયર), અંકિતભાઈ(M.COM), વિનિતભાઈ(BCA), શૈલકુમાર(CA) અને આજ્ઞાાકુમારી(CS) આ પાંચ દીક્ષાર્થીઓએ અધવચ્ચે જ ડીગ્રીના અભ્યાસને અલવિદા કરી દીધો હતો એવુ દીક્ષા ઉત્સવના કન્વીનર સીએ રવિન્દ્ર શાહે જણાવ્યુ હતુ.

-કરોડપતિ સાધનસંપન્ન દિક્ષાર્થીઓ : મુંબઇના સંઘવી પરિવારે સચિન તેંડુલકરને નિમંત્રણ આપ્યું

Article Content Image

કરોડોની સંપતિને તથા વારસામાં મળેલી કરોડોની સંપત્તિને ત્યાગ કરનારા દિક્ષાર્થીઓમાં મુંબઈના મુકેશ શાંતિલાલ સંઘવી તેમના પત્ની અને બે સંતાનો સાથે દીક્ષા લેશે. મુકેશભાઈ મેનેજમેન્ટના માસ્ટર તરીકે ઓળખાય છે. સચિન તેંડુલકરના તેઓ નિકટ છે. દીક્ષા મહોત્સવ માટે તેમણે સચિનને પણ દીક્ષાની કંકોતરી પાઠવી છે.

મુંબઈના સીએ અમિષ દલાલ, મુંબઈના દંપતિ ફાલ્ગુનીબેન વિરેન્દ્રભાઈ પારેખ. તેમની બે દીકરીની અગાઉ દીક્ષા થઈ ચૂકી છેસુરતના વિપુલભાઈ મહેતા પત્ની અને બે સંતાનો સાથે સપરિવાર, સુરતના વૈશાલીબેન મહેતામુંબઇના રેખાબેન ધવલચંદ કાનુંગોસુરતનો ૧૭ વર્ષનો મન સંજયભાઈ સંઘવી, અમદાવાદના ભાઈ બહેન ભવ્ય અને વિશ્વા ભાવેશભાઈ ભંડારી. ભવ્ય ફૂટબોલ અને કબડ્ડીનો પ્લેયર છે.

 સુરતની આંગી કુમારભાઈ કોઠારી, મહારાષ્ટ્રનું દંપતિ રીનીકા અંકિતભાઈ ઓસવાલ. અંકિત યુથ આઇકોન બિઝનેસમેન છે. બંનેના લગ્નને ૫ વર્ષ જ થયા છે અને ૭૦ વર્ષના ચિનુભાઈનો સમાવેશ થાય છે.

Gujarat