For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મતદાન બાદ ફરી એક વાર ઈવીએમ પર ઉભા થયા પ્રશ્નો

Updated: Dec 2nd, 2022

Article Content Image

- ઈવીએમમાં ચે઼ડા ન થાય તે માટે આપનો પહેરોઃ ત્રણ પાળીમાં કાર્યકરો સ્ટ્રોંગ રુમ બહાર બેસશે 

- એન્જિનિયરિંગ અને એસવીએનઆઈટીમાં આવેલા સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમમાં ચેડાં ન થાય તે માટે પહેરો : કેમ્પસમાં મુકવામાં આવેલા સીસીટીવી કેમેરા ડિસ્પ્લે બહાર કાર્યકરોએ આખી રાતનો ઉજાગરો કર્યો

સુરત,તા.2 ડિસેમ્બર 2022,શુક્રવાર

ગુજરાત વિધાનસભાની ચુંટણી માટે પહેલા તબક્કાના મતદાન પુરા થતાંની સાથે જ હવે ઈવીએમનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. ઓછું મતદાન થયાં  બાદ ઈવીએમમાં ચે઼ડા થાય તેવો ભય આમ આદમી પાર્ટીને સતાવી રહ્યો છે. આમ આદમી પાર્ટીએ જ્યાં ઈવીએમ મશીન મુક્યા છે ત્યાં ત્રણ પાળીમાં કાર્યકરો પહેરો ભરવા માટે બેસાડી દીધા છે. બન્ને  કેમ્પસમાં મુકવામાં આવેલા સીસીટીવી કેમેરા ડિસ્પ્લે બહાર કાર્યકરોએ આખી રાતનો ઉજાગરો  કરવાનું શરૂ કરી દીધું છે. 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન બાદ સુરતના પાટીદાર મતદારોના પ્રભુત્વ ધરાવતી પાંચ બેઠક પર મતદાન ઓછું થયું હોવા છતાં પણ આપને આ બેઠક પર વિજય મળે તેવો આશાવાદ છે. જોકે, આ આશા સાથે સાથે ઈવીએમમાં ચેડાં થાય તેવો ભય સતાવી રહ્યો છે. જેના કારણે મતગણતરી શરૂ થાય ત્યાં સુધી સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમની ચોકીદારી કરવાનું શરુ કરી દીધું છે. 

ચૂંટણીમાં મતદાન બાદ ઈવીએમ એસવીએનઆઈટી અને ગાંધી કોલેજ ખાતે મુકવામાં આવ્યા છે તે સ્ટ્રોંગ રૂમમાં આઠ આઠ કલાકની ત્રણ પાળીમાં આપના કાર્યકરોએ પહેરો ભરવાનું શરૂ કરી દીધું છે. આમ આદમી પાર્ટી દ્વારા ગાંધી એન્જિનિયરિંગ અને એસવીએનઆઈટીમાં આવેલા સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમમાં ચેડાં ન થાય તે માટે તકેદારીના ભાગ રૂપે આઠ - આઠ કલાકની પાળીમાં કાર્યકરોને ગોઠવી દેવામાં આવ્યા છે. આ કામગીરી શરુ કરી હોવાથી મતદાન પુરુ થયું અને ઈવીએમ સીલ કરીને સ્ટ્રોંગ રુમમાં મુકવામાં આવ્યા તે બન્ને  કેમ્પસમાં સીસી ટીવી કેમેરા ડીસ્પેલ બહાર કાર્યકરોએ રાતના ઉજાગરા શરુ કર્યા છે.

આપ દ્વારા ઈવીએમમાં ચેડાની વાત સાથે જ પહેરો ભરવાનું શરુ કરાતા સુરતના રાજકારણમાં અનેક અટકળો શરુ થઈ રહી છે. 

Gujarat