For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સુરત: સચિન જીઆઇડીસીમાં શાકભાજી વિક્રેતાનો ગ્રાહક પર ચપ્પુ વડે હુમલો

- વિક્રેતાએ શાકભાજીના પૈસા માંગતા ગ્રાહકે તું મારી પાસે પૈસા માંગે છે એમ કહી ગાળો આપતા ઝઘડો થયો હતો

Updated: Sep 25th, 2022

Article Content Image

સુરત, તા. 25 સપ્ટેમ્બર 2022 રવિવાર

સચિન જીઆઇડીસીમાં બરફ ફેકટરી નજીક શાકભાજી વિક્રેતા અને ગ્રાહક વચ્ચે પૈસાની લેતીદેતીમાં ઝઘડો થતા વિક્રેતાએ ગ્રાહકને ચપ્પુના ચાર ઘા ઝીંકી દેતા સચિન જીઆઇડીસી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સચિન જીઆઇડીસીમાં બરફ ફેકટરી ચાર રસ્તા પાસે ઉપર શાકભાજીનો ધંધો કરતા લાલાભાઇના કારીગર શત્રુઘ્ન સાથે એક યુવાન ઝઘડો કરી મારામારી કરી રહ્યો  હતો. જેથી નજીકમાં સ્ટોલ લગાવી મોબાઇલ સીમકાર્ડ વેચાણ કરતા દુશ્યંત શોભનાથ પટેલ (ઉ.વ. 35 રહે. ગુરૂકૃપા સોસાયટી, બરફ ફેકટરી પાસે સચિન જીઆઇડીસી) બંનેને ઝઘડો કરતા અટકાવી છુટા પાડયા હતા. 

શત્રુઘ્ને દુશ્યંતને કહ્યું હતું કે ઝઘડો કરનાર બાગેશ્વરરાય ઉર્ફે હીરોએ મારી પાસે શાકભાજી ખરીદી હતી અને તેના પૈસા માંગતા ઝઘડો કરી તું મારી પાસેથી શાકભાજીના પૈસા માંગે છે એમ કહી ઝઘડો કર્યો હતો. ત્યાર બાદ બાગેશ્વરરાય ઉર્ફે હીરો નજીકમાં જઇને સૂઇ ગયો હતો ત્યાં જઇ શત્રુઘ્ન ચપ્પુ લઇને ઘસી જઇ પેટમાં ચાર ઘા ઝીંકી દીધા હતા. જેથી દુશ્યંત અને નજીકના દુકાનદારે બુમાબુમ કરતા શત્રુઘ્ન ત્યાંથી ભાગી ગયો હતો.

Gujarat