ડાંગના કાલીબેલમાં કલા-સંસ્કૃતિની આદિવાસી ટેલેન્ટ મેગા ઇવેન્ટ યોજાઇ


-પ્રતિભાશાળી કલાકારો દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરાઇ પરંપરાગત નૃત્યો અને વાદ્યોથી સૌને મનોરંજન પીરસાયું

વાંસદા

નેહરૃ યુવા કેન્દ્ર, ડાંગ અને હ્યુમન અલાયન્સ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડાંગનાં કાલીબેલ આશ્રમ શાળા ખાતે 'આદિવાસી ટેલેન્ટ મેગા ઇવેન્ટ' કલા અને સાંસ્કૃતિક લાઈવ કોન્સર્ટનું આયોજન કરવામા આવ્યું હતુ.

ઇવેન્ટમાં આદિવાસી સમાજનાં ઉમદા કલાકારો ડાંગ, સુરત, તાપી, નવસારી, નર્મદા જિલ્લાનાં આદિવાસી સમાજના પ્રતિભાશાળી કલાકારો અને ડાંગનાં સ્કેચ આર્ટિસ્ટ સુરેશ ચૌધરી, અરવિંદ કાનત તેમજ ડાંગનાં વિવિધ પ્રવાસન સ્થળોનાં ફોટોગ્રાફ અને વાદ્યોની જાળવણી કરનાર વઘઈ પી.ટી.સી કોલેજના પ્રાધ્યાપક યોગેશ ચૌધરી દ્વારા આર્ટ ગેલેરી અને વારલી આર્ટ પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું. તેમજ પરંપરાગત વાદ્યો, યોગા, સંગીત, રેપ, બેન્ડ, મિમક્રી સાથે ખુબ જ અદભુત કૃતિ રજૂ કરી દક્ષિણ ગુજરાતમાંથી આવેલ તમામ દર્શકોનું મન મોહી લીધું હતું.

યુ ટયુબ ચેનલ દ્વારા લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. તેમજ ડાંગનું સુપ્રસિદ્ધ લોકનૃત્ય જેવા કે ડાંગી નૃત્ય, માદળ નૃત્ય, ઠાકર્યા નૃત્ય, પાવરી નૃત્ય રજૂ થયા હતા. આદિવાસી સમાજનાં ઉમદા કલાકારોને યોગ્ય મંચ મળી રહે, એક નવી ઓળખ ઊભી થાય અને ડાંગનો કલા વારસો જળવાય રહે માટે આ કાર્યક્રમ થાય છે. 

City News

Sports

RECENT NEWS